ભોપાલઃ કોરોના સંકટ વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણની કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. ટીમ શિવરાજમાં 5 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. દિલ્હીતી સોમવારે સાંજે લીલી ઝંડી મળ્યા બાદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલ લાલજી ટંડન સાથે વાત કરી હતી. ત્યારબાદ રાજભવનમાં શપથ સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સૌથી પહેલા નરોત્તમ મિશ્રાએ શપથ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ સિંધિયા જૂથના તુલસી સિલાવટે શપથ લીધા હતા. તુલસી સિલાવટ કમલનાથ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચુક્યા છે. તુલસી બાદ ભાજપના ધારાસભ્ય કમલ પટેલે મંત્રી પદના શપથ લીધા હતા. કમલ પટેલ હરદાથી ધારાસભ્ય છે. તે પૂર્વ સીએમ ઉમા ભારતીના નજીકના છે. આ સાથે સિંધિયા સમર્થક ગોવિંદ સિંહ રાજપૂતે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. ગોવિંદ સિંહ રાજપૂત કમલનાથ સરકારમાં પરિવહન મંત્રી રહી ચુક્યા છે. 


માનપુરથી 5 વખત ધારાસભ્ય રહેલા મીના સિંહે પણ મંત્રી પદના શપથ લીધા છે. ભાજપે જે ટાસ્ક ફોર્સ બનાવી હતી, જેમાં મીના સિંહ સામેલ હતા. તેઓ પાર્ટીનો આદિવાસ ચહેરો છે. 


કિટમાં ખામી, રાજસ્થાન સરકારે રોક્યા કોરોનાના એન્ટીબોડી રેપિટ ટેસ્ટ


રાજભવનમાં સવારથી હલચલ તેજ થઈ ગઈ હતી. રાજભવનમાં પૂર્વ સીએમ ઉમા ભારતી અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા હાજર રહ્યાં હતા. આ સાથે ભાજપના બીજા મોટા નેતા પણ હાજર રહ્યાં હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર