શિવરાજ સિંહ આજે કરશે કેબિનેટની રચના, સિંધિયાના 2 સમર્થક પણ બનશે મંત્રી
શિવરાજ સિંહ ચૌહાણ આજે પોતાની કેબિનેટમાં અન્ય મંત્રીઓને સામેલ કરવાના છે. રાજ્યપાલ લાલજી ટંડન આજે બપોરે નવા મંત્રીઓને શપથ અપાવશે.
ભોપાલઃ મધ્યપ્રદેશની સત્તામાં વાપસી કર્યાના આશરે એક મહિના બાદ શિવરાજ સિંહ ચૌહાણ પોતાના મંત્રીમંડળની રચના કરવા જઈ રહ્યાં છે. શિવરાજ કેબિનેટમાં હાલ પાંચ મંત્રીઓને સામેલ કરવામાં આવી રહ્યાં છે, જેને રાજ્યપાલ લાલજી ટંડન મંગળવારે બપોરે શપથ ગ્રહણ કરાવશે. મધ્યપ્રદેશમાં શિવરાજના નેતૃત્વમાં ભાજપના સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સિંધિયાના બે સમર્થન મંત્રી પદના શપથ લેશે.
મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણના શપથ લીધાના 29 દિવસ બાદ આજે તેમના મંત્રીઓને રાજભવન શપથ લેડવાવવામાં આવશે. શપથ લેનાર મંત્રીઓમાં ભાજપના દિગ્ગજ નેતા. ડો. નરોતમ મિશ્રા, કમલ પટેલ અને મીના સિંહ જેવા નામ સામેલ છે. આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોમાં તુલસીરામ સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂતને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કમલનાથ મંત્રીમંડળમાં પણ તુલસીરામ સિલાવટની પાસે સ્વાસ્થ્ય અને ગોવિંદ સિંહ રાજપૂતની પાસે પરિવહન વિભાગની કમાન હતી, હવે ફરી તેમને શિવરાજ સરકારમાં મંત્રી બનાવવામાં આવી રહ્યાં છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 લીટો છે. આ હિસાબથી સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 35 ધારાસભ્યો મંત્રી બની શકે છે. શિવરાજની નવી સરકારમાં સામાજીક સમીકરણ અને પ્રાદેશિક સંતુલન સાધવાની કવાયત હશે.
રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો કોરોના, અન્ડર સેક્રેટરી સહિત 11 ક્વોરેન્ટાઇન
મહત્વનું છે કે કમલનાથ અને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ સાથે અણબનાવ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ સિંધિયાના 22 સમર્થક ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, જેમાં 6 કેબિનેટ મંત્રી સામેલ હતા. આ કારણે કમલનાથની સરકાર પડી અને એકવાર ફરી શિવરાજને પ્રદેશના મુખ્યમંત્રી બનવાની તક મળી હતી. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર 22 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર