રામ ભક્તોના લોહીથી લાલ થયેલા સરયૂ ઘાટ પર ભવ્ય મંદિરનો સંકલ્પ પુરો થઇ રહ્યો છે: શિવસેના
સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું કે અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રહ્યા છે. તે સમયે રામ મંદિર માટે ગોળીઓ ખાનાર કારસેવકોને સરયૂ નદીએ પોતાની આગોશમાં લઇ લીધા હતા.
મુંબઇ: શિવસેના (Shivsena)એ પોતાના મુખપત્ર સામનામાં આજે 5 ઓગસ્ટના રોજ અયોધ્યા (Ayodhya)માં થનાર શ્રી રામ મંદિર જન્મભૂમિ પૂજનમાં ન બોલાવવામાં માટે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શ્રી રામ મંદિર બનાવવાનો શ્રેય એકલા લેવાનો આરોપ લગાવતાં હુમલો કર્યો છે. શિવસેનાનું કહેવું છે કે બહુસંખ્યક હિંદુઓની છાતી પર પગ મુકીને કોઇ રાજકારણ ન કરી શકે.
સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું કે અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રહ્યા છે. તે સમયે રામ મંદિર માટે ગોળીઓ ખાનાર કારસેવકોને સરયૂ નદીએ પોતાની આગોશમાં લઇ લીધા હતા. રામ ભક્તોના લોહીથી લાલ સરયૂના ઘાટ પર ભવ્ય મંદિરના નિર્માણનો સંકલ્પ પુરો થઇ રહ્યો છે. આ ઐતિહાસિક, રોમાંચક અને દરેક હિંદુસ્તાનીની છાતી ગર્વથી પહોળી કરનાર ક્ષણ છે. 'રામાયણ' હિંદુસ્થાની જનતાનો પ્રાણ છે. રામ મર્યાદા પુરૂષોત્તમ અને એકવચની છે. રામ અર્થાત ત્યાગ, રામ અર્થાત સાહસ છે. રામ અર્થાત આપણા દેશની એકતા છે. એવા રામનું મંદિર તેમની જ અયોધ્યા નગીરમાં, તેમના જન્મસ્થળ પર બને તે માટે હિંદુઓએ મોટી સંખ્યામાં લડાઇ લડી. આ લડાઇની આજે પૂર્ણાહૂતિ થઇ રહી છે. આ લડાઇ પ્રત્યક્ષ ભૂમિ પર થઇ અને કોર્ટમાં પણ થઇ.
રામ મંદિર ભૂમિ પૂજનનું પ્રથમ આમંત્રણ અયોધ્યા કેસની કાયદકીય લડાઇના મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અંસારીને મોકલવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિરના પક્ષમાં ઐતિહાસિક આદેશ આપ્યા બાદ રામ જન્મભૂમિ વિવાદ સમાપ્ત થઇ ગયો છે. ઇકબાલ અંસારી એકલા જ નથી પરંતુ કોર્ટમાં રામ મંદિર વિરોધી લડાઇ કરનાર એક્શન કમિટીનો પ્રમુખ ચહેરો હતો. તેની સાથે ઘણા મુસ્લિમ સંગઠનોની મોટી તાકાત ઉભી હતી. અંસારીએ કોર્ટની લડાઇ 30 વર્ષ સુધી ખેંચી. સુપ્રીમ કોર્ટનો મામલો તારીખોમાં ગુંચવાઇ ગયો પરંતુ જસ્ટિસ રંજન ગોગાઇએ રામને તે ગુંચવાડામાંથી બહાર કાઢ્યા અને રામ મંદિરના પક્ષમાં સ્પષ્ટ નિર્ણય સંભળાવ્યો. જસ્ટિસ રંજન ગોગાઇનું નામ વિશેષ નિમંત્રિત લોકોની યાદીમાં ક્યાંક હોવું જોઇતું હતું. પરંતુ ના રંજન ગોગાઇ અને ના તો બાબરી ધરાશાઇ કરનાર વિશેષ શિવસેના યાદીમાં સામેલ છે. રામ મંદિર ભૂમિ પૂજન સમારોહનો શ્રેય કોઇ બીજાને ન મળે, આ એવી જીદ છે.
રામ મંદિરની રાજનીનીતિ પર અલગ દ્વષ્ટિકોણ હોવ છતાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને વામદળોના ઘણા લોકોનું માનવું હતું કે મંદિર બનવું જોઇએ. તે લોકોની ભાવનાઓની કદર કરવી જોઇએ. ડો. સુબ્રમણ્યમ સ્વામીએ રામ મંદિરનો શ્રેય પીવી નરસિમ્હા રાવ અને રાજીવ ગાંધીને આપ્યું છે. તે પ્રધાનમંત્રી મોદીને રામ મંદિરનો શ્રેય આપવા માટે તૈયાર નથી. પરંતુ મોદીના કાર્યકાળમાં જ કાયદાકીય દાવપેચથી રામમંદિરનો મુદ્દો ઉકેલાયો અને આજે આ સ્વર્ણિમ ક્ષણ આવી ગઇ છે. તેનો સ્વિકાર કરવો જ પડશે. એવું ન થાત તો રા મંદિરના પક્ષમાં નિર્ણય લેનાર ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ નિવૃત થયા બાદ રાજ્યસભાના સભ્ય ન બનતા. રામ મંદિર નિર્માણ માટે ઘણા લોકોએ ઘણા પ્રકારની કિંમતો ચૂકવવામાં આવી અને યોગદાન કર્યું.
રામ મંદિર પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
નરસિમ્હા રાવ જ્યારે વડાપ્રધાન હતા, તે દરમિયાન બાબરી ધ્વસ્ત થઇ. તેમણે બાબરીને પુરી રીતે તોડી પાડવા. તે સમયે રાષ્ટ્રપતિ ભવનમાં શંકરદયાલ શર્મા હતા. શર્મા અને રાવ 6 ડિસેમ્બરના રોજ જાણે બાબરીનું કલંક મટાડવાની પ્રાર્થના કરવા બેસ્યા હતા.અ તે સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણ સિંહ હતા. બાબરી ધ્વસ્ત સંપૂર્ણપણે જમીનદોસ થતાં કલ્યાણ સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. રામ મંદિર માટે કલ્યાણ સિંહે પોતાની સરકારનો જ ત્યાગ કરી દીધો. તે કલ્યાણ સિંહ આજે સ્વર્ણ સમારોહના મંચ પર નથી પરંતુ નિમંત્રણોની યાદીમાં હોય, એવી અપેક્ષા છે.
રામ મંદિરની લડાઇથી દેશને હિંદુત્વનો અસલી સુર મળી ગયો અને તેના સહારે ભાજપ અને શિવસેનાએ રાજકીય શિખર પાર કર્યું. આ વાતનો સ્વિકાર કરવો જોઇએ. લાલકૃષ્ણ અડવાણી અને શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરે, આ બે પ્રમુખ નેતાઓએ હિંદુત્વની જ્વાળા પ્રગટાવી રાખી. દેશના બહુસંખ્યક હિંદુઓની છાતી પર પગ મુકીને કોઇ રાજકારણ ન કરી શકે. ધર્મનિરપેક્ષતા અર્થ ફક્ત એક ધર્મનું પાલન કરવાનો મુદ્દો નથી. હિંદુ સમાજની શ્રદ્ધા સાથે કોઇ જોડતોડ ન કરી શકે અને તેમની ભાવનાઓને કચડીને આગળ વધી ન શકાય. બાબરી ધ્વસ્ત થઇ. તેને તોડનાર શિવસૈનિકો પર મને ગર્વ છે.' આ એક ગર્જનાથી બાલાસાહેબ ઠાકરે હિંદુ હદય સમ્રાટના રૂપમાં કરોડો હિંદુઓના દિલના રાજા બની ગયા. આજે પણ તે સ્થાન કાયમ છે. આ બધા ત્યાગ, સંઘર્ષ, રક્ત અને બલિદાનથી આજે રામ મંદિરમાં અયોધ્યામાં સાકાર રૂપ લઇ રહ્યું છે.
વડાપ્રધાનમંત્રી રામ મંદિર માટે પહેલી કોદાળી ચલાવશે. તે માટીમાં કારસેવકોના ત્યાગની ગંધ છે. તેને ભૂલાવનાર રામદ્રોહી સાબિત થશે. બાબરી પતનથી સંઘર્ષ સમાપ્ત થઇ ગયો. રામ મંદિર ભૂમિ પૂજનથી આ મુદ્દાનું રાજકારણ હંમેશા ખતમ થઇ ગયું. શ્રીરામની એજ ઇચ્છા હશે! આખો દેશ આજે એક જ સુરમાં ગરજી રહ્યો છે, જય શ્રીરામ! જય શ્રીરામ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube