Shiv Sena એ કેન્દ્ર સરકારને કરી અપીલ, કહ્યું- રાજ્યપાલને પાછા બોલાવો, જાણો શું છે મામલો
મહારાષ્ટ્ર (Maharashtra) માં શિવસેના (Shivsena) એ શનિવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર ભાજપ (BJP) ના કહ્યે ચાલવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જો કેન્દ્ર સરકાર ઈચ્છતી હોય કે બંધારણ જળવાઈ રહે તો તેણે રાજ્યપાલને પાછા બોલાવી લેવા જોઈએ. પાર્ટીએ કહ્યું કે મહા વિકાસ આઘાડી (MVA) સરકાર સ્થિર અને મજબૂત છે તથા રાજ્ય સરકાર પર નિશાન સાધવા માટે કેન્દ્ર રાજ્યપાલના ખભાનો ઉપયોગ કરી શકે નહીં.
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં શિવસેના (Shivsena) એ શનિવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર ભાજપ (BJP) ના કહ્યે ચાલવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જો કેન્દ્ર સરકાર ઈચ્છતી હોય કે બંધારણ જળવાઈ રહે તો તેણે રાજ્યપાલને પાછા બોલાવી લેવા જોઈએ. પાર્ટીએ કહ્યું કે મહા વિકાસ આઘાડી (MVA) સરકાર સ્થિર અને મજબૂત છે તથા રાજ્ય સરકાર પર નિશાન સાધવા માટે કેન્દ્ર રાજ્યપાલના ખભાનો ઉપયોગ કરી શકે નહીં.
હંમેશા વિવાદોમાં કેમ રહે છે રાજ્યપાલ?
શિવસેના (Shivsena) એ પોતાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખ્યું કે 'રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) ફરીથી ચર્ચામાં છે. તેઓ છેલ્લા અનેક વર્ષોથી રાજકારણમાં છે. તેઓ કેન્દ્રીય મંત્રી હતા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પણ રહ્યા. પણ જ્યારથી તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા છે, તેઓ હંમેશા ખબરોમાં રહ્યા કે વિવાદમાં ઘેરાયેલા રહ્યા.'
Jammu Kashmir ને યોગ્ય સમયે પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે: અમિત શાહ
સંપાદકીયમાં કહેવાયું કે તેઓ હંમેશા વિવાદોમાં કેમ રહે છે તે એક સવાલ છે. હાલમાં જ તેઓ રાજ્ય સરકારના વિમાનનો ઉપયોગ કરવાને લઈને ચર્ચામાં રહ્યાં. રાજ્યપાલ સરકારી વિમાનથી દહેરાદૂન જવા માંગતા હતા. પરંતુ સરકારે મંજૂરી આપવાની ના પાડી દીધી. તેઓ ગુરુવારે સવારે વિમાનમાં જઈ બેઠા પણ વિમાનને ઉડવાની મંજૂરી નહતી આથી તેમણે નીચે ઉતરીને અન્ય કમર્શિયલ ફ્લાઈટથી દહેરાદૂન જવું પડ્યું.
શિવસેનાએ ક્યું કે વિપક્ષ ભાજપ તેને મુદ્દો બનાવી રહ્યો છે. તેણે પૂછ્યું કે જ્યારે સરકારે વિમાનને ઉડવાની મંજૂરી જ નહતી આપી તો તેઓ વિમાનમાં બેઠા કેવી રીતે. સંપાદકીયમાં કહેવાયું છે કે તે રાજ્યપાલનો અંગત પ્રવાસ હતો અને કાયદાકીય રીતે ફક્ત રાજ્યપાલ જ નહીં પરંતુ મુખ્યમંત્રી પણ આ પ્રકારના હેતુ માટે સરકારી વિમાનનો ઉપયોગ કરી શકે નહી. મુખ્યમંત્રી કાર્યાલયે કાયદા મુજબ કામ કર્યું.
Uttar Pradesh: હવે જો ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી શોધી તો આવી બનશે...સીધો મેસેજ 1090 પાસે પહોંચી જશે
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની શિવસેનાએ પૂછ્યું કે પરંતુ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકાર પર અહંકારી હોવાનો આરોપ લગાવ્યો છે. દેશ જાણે છે કે અહંકારની રાજનીતિ કોણ કરી રહ્યું છે. દિલ્હી (Delhi) ની સરહદો પર ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન 200થી વધુ ખેડૂતોના મોત છતાં સરકાર કાયદા પાછા ખેંચવા માટે તૈયાર નથી. શું આ અહંકાર નથી.?
સામનામાં પાર્ટીએ આરોપ લગાવ્યો કે રાજ્યપાલ કઠપૂતળીની જેમ કામ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) ના રાજ્યપાલ સન્માનિત વ્યક્તિ છે. પરંતુ તેઓ જે પદ પર છે તેની પ્રતિષ્ઠા જાળવી રાખવાની જવાબદારી તેમની પણ છે. સામનામાં આગળ લખાયું છે કે રાજ્યપાલ ભાજપની ધૂન પર નાચવા માટે બાધ્ય કરાઈ રહ્યા છે. જો કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઈચ્છતું હોય કે બંધારણ, કાયદો, અને નિયમ જળવાઈ રહે તો તેમણે રાજ્યપાલને પાછા બોલાવી લેવા જોઈએ.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube