Maharashtra Live Updates: આખરે સંજય રાઉત બોલ્યા, ‘અંધારામાં પાપ થયું છે, રાજ્યની જનતા તેઓને રસ્તા પર ફરકવા નહિ દે...’
રાતોરાત સત્તા હાથમાંથી સરકી જતા અને મુખ્યમંત્રી બનવાનુ સપનુ રગદોળાઈ જતા શિવસેના (ShivSena) ના ખેમામાં જોરદાર સોપો પડ્યો છે. જે સત્તા મેળવવા માટે 24 ઓક્ટોબરથી ખેંચતાણ ચાલી રહી હતી, તે શિવસેનાએ ગુમાવી દીધી છે. હવે શિવસેનાના હાથમાં કંઈ જ નથી રહ્યું. ત્યારે શિવસેનના નેતા સંજય રાઉતે (Sanjay Raut) પ્રેસ કોન્ફરન્સ કહીને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. તેમજ અજીત પવારના નિર્ણયમાં શરદ પવાર (Sharad Pawar) નો કોઈ જ હાથ નથી તેવું સ્પષ્ટપણે કહ્યું હતું.
અમદાવાદ :રાતોરાત સત્તા હાથમાંથી સરકી જતા અને મુખ્યમંત્રી બનવાનુ સપનુ રગદોળાઈ જતા શિવસેના (ShivSena) ના ખેમામાં જોરદાર સોપો પડ્યો છે. જે સત્તા મેળવવા માટે 24 ઓક્ટોબરથી ખેંચતાણ ચાલી રહી હતી, તે શિવસેનાએ ગુમાવી દીધી છે. હવે શિવસેનાના હાથમાં કંઈ જ નથી રહ્યું. ત્યારે શિવસેનના નેતા સંજય રાઉતે (Sanjay Raut) પ્રેસ કોન્ફરન્સ કહીને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. તેમજ અજીત પવારના નિર્ણયમાં શરદ પવાર (Sharad Pawar) નો કોઈ જ હાથ નથી તેવું સ્પષ્ટપણે કહ્યું હતું.
ટ્વિટ કરનાર સંજય રાઉતને ખબર પણ ન પડી કે, એક કલાકમાં તેમના પગ નીચેથી સત્તા સરકી જશે
સંજય રાઉતે સામે આવીને કહ્યું કે, બીજેપી અને અજીત પવારના ગઠબંધન આ સાથે શરદ પવારનો કોઈ જ સંબંધ નથી તેવુ હું કહી શકુ છું. અજીત પવારના મનમાં કંઈક કાળુ ચાલી રહ્યું છે તે હવે અમને સમજાઈ ગયું. અજીત પવારને ફોડવાનો પ્રયાસ કરાયો તે લોકોને રાજ્યની જનતા જવાબ આપશે. અજીત પવારે મહારાષ્ટ્રની જનતાની પીઠમાં ખંજર ખોસ્યું છે. ધારાસભ્યોને તેઓએ ફોડ્યા છે. એનસીપી સાથે મળીને જે મહાવાડીની અમે સ્થાપના કરવા જઈ રહ્યા હતા, તેને કારણે આ દેશનું વાતાવરણ બદલાવાનું હતું, પણ જેમ રાતના અંધારામાં પાપ થાય છે, ચોરી થાય છે, તમે મહારાષ્ટ્રની જનતાની નજર ચૂકવીને તમે મહારાષ્ટ્રની સત્તા ઝૂંટવી લીધી છે. તે બતાવે છે કે તમે ચોરી કરી છે, તમે મહારાષ્ટ્રની જનતાને ફસાવી છે. તેની કિંમત બધાને ચૂકવવી પડશે.
શરદ પવારના કારણે શિવસેનાનો મોં સુધી આવેલો કોળિયો ઝુંટવાયો, દિવસો પહેલાં આપ્યો હતો ઇશારો
તેમણે કહ્યું કે, હાલ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મળશે. પત્રકાર પરિષદ મળશે. જેઓએ આ વયે શરદ પવાર જેવા મોટા નેતાને ઘરમાંથી દગો આપવાનો પ્રયાસ કર્યો, તે પણ મહારાષ્ટ્રને ન ગમતી બાબત છે. કંઈ સારુ થવાનો વિષય હતો, જે રીતે આ તમામ પડાદે પાછળ પૈસા અને સત્તાનો દુરુપયોગ કરાયો છે. જે પાપ અંધારમાં કરાય છે તે અંધારમાં જ નષ્ટ થાય છે. શિવસેનાના આ નેતાએ એમ પણ કહ્યું કે, હાલ અજીત પવારની પ્રતિક્રીયા મને ખબર નથી, તેના વિશે બોલવાન જરૂર નથી. ગઈકાલે 9 વાગ્યા સુધી આ મહાશય અમારી સાથે બેસ્યા હતા, મીટિંગમાં સક્રિય પણ હતા, સૂચના પણ આપી રહ્યાં હતા, અને અચાનક ગાયબ થયા હતા.
અમને તેમની બોડી લેંગવેજથી શંકા આવી હતી. પાપ કરનાર વ્યક્તિની નજર જે રીતે હતી, તે ઝૂકેલી નજરથી વાત કરતા હતા. ભાજેપ રાજભવનનો જે રીતે દુરુપોયગ કરોય છે, તે દેશના લોકતંત્રને શોભા દેતુ નથી. સ્તાત રૂપિયા અને મસ્તીનો ગેરકાયદેસર રીતે દેશમાં ઉપયોગ થયો છે. હું માનુ છે કે રાજ્યપાલ એવા વ્યક્તિ છે જે આરએસએસથી આવ્યા છે, જે સંસ્કારી છે અને કાયદાનું પાલન કરશે. પરંતુ અંધારામાં પાપ થાય છે. મહારાષ્ટ્રની સરકારની જે રીતે અંધારામાં શપથ લેવાયા તે છત્રપતિ મહારાજના રાજ્યને શોભા આપતું નથી.
છત્રપતિ શિવાજીનું નામ લઈને તેઓએ અજીત પવાર પર વાર કર્યો કે, અજીત પવાર અને તેની સાથેના ધારાસભ્યોએ છત્રપતિ શિવાજી મહારાજનું નામ બદનામ કર્યું છે. રાજ્યની જનતા તેઓને રસ્તા પર ફરકવા નહિ દે. આ તમામ મામલે અમે શરદ પવાર સાથે સંપર્કમાં છે. ઉદ્ઘવ અને શરદ આજે મળીને પ્રેસ કોન્ફરન્સ પણ મળી શકે છે. અજીત જે ખંજર મહારાષ્ટ્રની પીઠમાં ખૂંચ્યુ તેનાથી શરદ પવાર સાથે કોઈ લેવાદેવા નથી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube