ટ્વિટ કરનાર સંજય રાઉતને ખબર પણ ન પડી કે, એક કલાકમાં તેમના પગ નીચેથી સત્તા સરકી જશે

રાતોરાત મહારાષ્ટ્ર (Maharashtra) માં સત્તાની બાજી પલટાઈ છે. કોઈને કાનોકાન ખબર ન પડી, શિવસેનાને લોલીપોપ બતાવીને બીજેપી (BJP) અને એનસીપી (NCP) એ સત્તા બનાવી લીધી છે. કાકા કરતા ભત્રીજો સવાયો નીકળ્યો હતો. શરદ પવાર (Sharad Pawar) ની સરકાર બનાવવાની લ્હાયમાં ભત્રીજો અજીત પવાર (Ajit Pawar) સવાયો નીકળ્યો. આજે સવારે અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) સાથે મહારાષ્ટ્રમાં સત્તા બનાવી લીધા છે. અત્યાર સુધી એનસીપી, કોંગ્રેસ (Congress) અને શિવસેના (Shivsena) ની ખેંચતાણમાં ચૂપચાપ રહેલા અજીત પવારે મોટી ચાલ ચલી છે. સવાર સવારમાં જ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે, તો સાથે જ અજીત પવાર ડેપ્યુટી મુખ્યમંત્રી બની ગયા છે. આ સાથે જ બીજેપી અને એનસીપી સાથે આવ્યું છે. એનસીપીના 22 ધારાસભ્યો અજીત પવાર સાથે છે. ત્યારે શિવસેનાના પેટમાં મોટી ફાળ પડી છે. હજી આજે સવારે જ શિવસેનાના સંજય રાઉતે (Sanjay Raut) ટ્વિટ કરીને કહ્યું હતું કે, જીસ જીસ પર યે જગ હસાં હૈ, ઉસીને ઈતિહાસ રચા છે. ત્યારે તેમને ખબર પણ ન હતી કે, માત્ર એક કલાકમાં જ તેઓ મહારાષ્ટ્રમાં સત્તા બનાવવાનું સપનુ ગુમાવી રહ્યાં છે. 
ટ્વિટ કરનાર સંજય રાઉતને ખબર પણ ન પડી કે, એક કલાકમાં તેમના પગ નીચેથી સત્તા સરકી જશે

મહારાષ્ટ્ર :રાતોરાત મહારાષ્ટ્ર (Maharashtra) માં સત્તાની બાજી પલટાઈ છે. કોઈને કાનોકાન ખબર ન પડી, શિવસેનાને લોલીપોપ બતાવીને બીજેપી (BJP) અને એનસીપી (NCP) એ સત્તા બનાવી લીધી છે. કાકા કરતા ભત્રીજો સવાયો નીકળ્યો હતો. શરદ પવાર (Sharad Pawar) ની સરકાર બનાવવાની લ્હાયમાં ભત્રીજો અજીત પવાર (Ajit Pawar) સવાયો નીકળ્યો. આજે સવારે અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) સાથે મહારાષ્ટ્રમાં સત્તા બનાવી લીધા છે. અત્યાર સુધી એનસીપી, કોંગ્રેસ (Congress) અને શિવસેના (Shivsena) ની ખેંચતાણમાં ચૂપચાપ રહેલા અજીત પવારે મોટી ચાલ ચલી છે. સવાર સવારમાં જ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે, તો સાથે જ અજીત પવાર ડેપ્યુટી મુખ્યમંત્રી બની ગયા છે. આ સાથે જ બીજેપી અને એનસીપી સાથે આવ્યું છે. એનસીપીના 22 ધારાસભ્યો અજીત પવાર સાથે છે. ત્યારે શિવસેનાના પેટમાં મોટી ફાળ પડી છે. હજી આજે સવારે જ શિવસેનાના સંજય રાઉતે (Sanjay Raut) ટ્વિટ કરીને કહ્યું હતું કે, જીસ જીસ પર યે જગ હસાં હૈ, ઉસીને ઈતિહાસ રચા છે. ત્યારે તેમને ખબર પણ ન હતી કે, માત્ર એક કલાકમાં જ તેઓ મહારાષ્ટ્રમાં સત્તા બનાવવાનું સપનુ ગુમાવી રહ્યાં છે. 

— Sanjay Raut (@rautsanjay61) November 23, 2019

હાલ શિવસેનાની ઓફિસ માતુશ્રીની બહાર મોટી હલચલ જોવા મળી રહી છે. ઓફિસના લોકો તથા કાર્યકર્તાઓમાં મોટી ચર્ચા ચાલી રહી છે. ત્યારે કહેવાય છે કે, જય રાઉત સાડા નવ વાગ્યે મીડિયા સામે આવશે અને મીડિયા સામે વાત કરશે. આ સમયે તેમના તેવર કેવા હશે તે કહેવુ મુશ્કેલ છે. ત્યારે હવે શિવસેનામા ખેમામાં મોટી ઉથલપાથલ સર્જાશે.

ગઈકાલે તો અજીત પવાર ખુદ એ મીટિંગમાં ઉપસ્થિત હતા, જેમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના સાથે હતું. પણ તેમણે જરા પણ ભનક આવવા ન દીધી કે, તેઓ રાતોરાત બીજેપીની ખોળામાં જઈને બેસવાના છે. પંરતુ બીજી તરફ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે શરદ પવારને પણ આ બાબતની માહિતી ન હતી. 22 ધારાસભ્યો ક્યારેય ખસી જશે તે પણ શરદ પવારને ખબર ન હતી. તો બીજી તરફ, એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે એનસીપી તૂટી ગઈ તેવુ પણ કહી શકાય. કારણ કે, ગઈકાલે શરદ પવારે ઉદ્ઘવ ઠાકરના મુખ્યમંત્રી બનવાની વાત કરી હતી. 

મહારાષ્ટ્ર મામલે ચૂપ રહેલ બીજેપીના ચાણક્ય ફેલ નથી થયા, પણ બીજેપીએ રાતોરાત ચાલ બદલી નાખી હતી. બીજેપીએ જ્યારે શિવસેનાની શરતો માનવાની ના પાડી ત્યારે બધાને એમ લાગતું હતું કે બીજેપીની સરકાર બનાવવી નથી. તેના બાદ બીજેપી બહુ જ શાંત ચાલતી હતી. પણ કોઈને ખબર પણ ન હતી, કે આ તોફાન આવતા પહેલાની શાંતિ છે. હકીકતમાં બીજેપી માસ્ટર પ્લાનિંગ કરી રહી છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે આવ્યા બાદ પણ કોઈ નિર્ણય પર જલ્દી આવ્યા ન હતા. હકકીતમાં, આ તમામે નિર્ણય લેવામાં જે મોડું કર્યું તેનો જ ફાયદો બીજેપી ઉઠાવી ગઈ. બીજેપીને પણ પ્લાનિંગ કરવામાં સફળ રહી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news