નવી દિલ્હી: શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ફરી એકવાર કેન્દ્ર સરકારને નાગરિકતા કાયદા, કાશ્મીર, કલમ 370, કાશ્મીરી પંડિતો અને પીએમ મોદીના વારાણસી પ્રવાસને લઈને આડે હાથ લીધી છે. સામનામાં કહેવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે કહ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં સીએએ અને કાશ્મીરથી કલમ 370 હટાવવાનો જે અમારો નિર્ણય છે તે અમે રદ કરીશુ નહીં. એટલે સુધી કે દિલ્હી ચૂંટણી માટે પણ ભાજપના પ્રચારનો આ જ મુદ્દો હતો. પરંતુ તે ચાલ્યા નહીં. ઉલ્ટું એ થયું કે દિલ્હીમાં લોકોએ આ પ્રચારને નિષ્પ્રભાવ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પણ આ જ ભાષણ આપ્યું. વારાણસીમાં આ ભાષણ ચાલી શકે કારણ કે વારાણસીનો માહોલ અલગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામનામાં આગળ કહેવાયું કે સવાલ ફક્ત એટલો છે કે વડાપ્રધાન પર કલમ 370 અને સીએએના નિર્ણયને રદ કરવાનું દબાણ કોણ નાખી રહ્યું છે? વડાપ્રધાન અને ભાજપે એ સ્પષ્ટ કરવું જોઈએ, આ મુદ્દા પર ધૂળ ન ઉડાવો. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ દેશહિતમાં છે. તેના પર હોબાળો મચાવવાની જરૂર નથી. 


સામનામાં આગળ લખ્યું છે કે કેટલાક લોકો કહે છે કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને કાશ્મીરને ફરીથી ભારત જોડે જોડી દેવાયું છે. પરંતુ આમ કહેવું ખોટું છે. આપણા વીર સૈનિકોના શૌર્યના કારણે, આ ભૂભાગ હંમેશા હિન્દુસ્તાનનો હતો અને હંમેશા રહેશે. કાશ્મીરી પંડિતોને લઈને સામનામાં કહેવાયું છે કે કલમ 370 હટાવ્યા બાદ પણ કાશ્મીરી પંડિતોનું અત્યાર સુધી શું થયું? કેટલા કાશ્મીરી પંડિતોની અત્યાર સુધીમાં ઘર વાપસી થઈ?


આ VIDEO પણ જૂઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...