Jharkhand Dumka Incident: ઝારખંડના દુમકાથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. દુમકા યુનિવર્સિટી ઓપી થાના ક્ષેત્રમાં એક સગીર છોકરીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળ્યો હતો. ચિંતાની વાત એ છે કે થોડા દિવસમાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવી છે. ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે સગીર છોકરીઓ સાથે યૌન શોષણની વાત પણ કહેવામાં આવી રહી છે. આ ઘટના બાદ હેમંત સોરેન સરકાર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. ભાજપે રાજ્ય સરકાર પર ઝારખંડના ઇસ્લામીકરણ કરવાનો આરોપ લગાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુમકામાં સતત વધી રહ્યા છે ગુના
ઝારખંડના દુમકામાં સતત આવી ચોંકવનારી ઘટનાઓ સામે આવી રહી છે. ગત ગુરૂવારના તાલઝારીમાં મહિલાનો અડધો દાઝેલી હાલમાં મળેલા મૃતદેહની હજુ યોગ્ય રીતે તપાસ થઈ નહીં કે અમડામાં સગીર છોકરીનો મૃતદેહ મળ્યા બાદ રાજ્ય સરકારને જવાબ આપવો ભારે પડી રહ્યો છે. મૃતક સગીરાની ઉંમર 14 વર્ષની આસપાસ છે અને તે આદિવાસી સમાજની છે.


આ પણ વાંચો:- નાસા આજે ફરી સ્પેસમાં છોડશે રોકેટ, જાણો કેમ જરૂરી છે આ મૂન મિશન?


ગર્ભવતી હતી સગીર પીડિતા?
પોલીસના ઘણા પ્રયાસો બાદ મૃતદેહની ઓળખ થઈ હતી. મૃતક છોકરી રાનેશ્વર થાના ક્ષેત્રની રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતા મૃતક 4 મહિનાથી ગર્ભવતી હતી. ઘટનાની જાણકારી મળતા પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી ભાજપ નેત્રી લુઈસ મરાંડી યુનિવર્સિટી થાના પહોંચી હતી. લુઇસ મરાંડીએ આ મામલે ઝીણવટભરી તપાસ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે પોલીસ ઝડપથી કામ કરવાની જરૂરિયાત છે.


આ પણ વાંચો:- ભારતીય ટીમ પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કરી મજાક, જાણો શું કહ્યું મોહમ્મદ હફીઝે


નિશિકાંત દુબેએ સાધ્યું નિશાન
આ ઘટનાને લઇને ગોડ્ડાથી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ હેમંત સોરેન સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, અંકિતાની હત્યા શાહરૂખે કરી અને હવે આજે તે દુમકામાં આદિવાસી છોકરીની બળાત્કાર બાદ હત્યા આરોપી અરમાન અંસારીએ કરી. આ સમાચારને દબાવવા માટે અમારા બાળકો તેમજ સાંસદ મનોજ તિવારીજી ઉપર કેસ કરવામાં આવ્યો. તેમણે ઝારખંડના ઇસ્લામીકરણનો પણ આરોપ લગાવ્યો.


આ પણ વાંચો:- ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાથી મજબૂત બનશે હાડકા, વજન ઘટાડવામાં અસરકારક


મળ્યો હતો અડધો દાઝી ગયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ
તમને જણાવી દઈએ કે આ પહેલા ગત ગુરૂવારના તાલઝારીમાં અડધો દાઝી ગયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહ કબજે કર્યા બાદ મહિલાની ઉંમર લગભગ 35 વર્ષ જણાવી હતી. મહિલાનું પહેલા ગળું કાપવામાં આવ્યું હતું. પછી ઓળખ છૂપાવવા માટે મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હતો. પોલીસને મહિલાની ઓળખ સંબંધિત કોઈ પ્રમાણ હજુ સુધી મળ્યા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube