મુંબઈ : મહારાષ્ટ્ર્માં રાયગઢ પોલીસે એક પારિવારિક કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલા ભોજનમાં ઝેર મેળવીને પાંચ લોકોની હત્યા કરવાના આરોપસર 28 વર્ષની ગૃહિણીની ધરપકડ કરી છે. પોલીસના એક અધિકારીએ માહિતી આપી છે કે પ્રજ્ઞા ઉર્ફે જ્યોતિ સુરેશ સુરવાસેને પરિવારજનો અને સંબંધીઓ સારું ભોજન ન બનાવી શકવાના કારણે તેમજ તેના કાળા રંગને લીધે ટોણો મારતા હતા જેના કારણે તેણે અપસેટ થઈને હિચકારું કામ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાયગઢના પોલીસ અધિકારી અનિલ પરાસકરે માહિતી આપી છે કે 18 જૂનના દિવસે ખાલાપુર તહસીલના મહાડ ગામમાં સુભાષ માણેની પાર્ટી માટે તૈયાર કરવામાં આવેલી દાળમાં કીટનાશક દવાના અંશ મળ્યા હતા. આ દાળ ખાધા પછી સાતથી 13 વર્ષની વય વચ્ચેના ચાર બાળકો અને એક 53 વર્ષીય વ્યક્તિના મોત થઈ ગયા છે. આ મૃતકોમાં મહિલાના બે સ્વજનો પણ શામેલ છે. 


પોલીસના દાવા પ્રમાણે મહિલાનો ઇરાદો પોતાના પતિ અને સાસરિયાની હત્યાનો હતો. મહિલાએ માહિતી આપી કે તેના કાળા રંગને કારણે પરિવારજનો ટોણા મારતા હતા અને તેણે બનાવેલા ભોજનની ફરિયાદ કરતા હતા. 18 જૂને મહાડ ગાંવમાં સુભાષ માનેનો ઘર ભંડારો હતો. આ સમયે દાળમાં મહિલાએ સાપ મારવાનો પાઉડર ભેળવી દીધો હતો. ભંડારાનો પ્રસાદ ખાધા પછી અનેક લોકોએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને પછી એકાએક ઉલ્ટી કરવા લાગ્યા હતા. તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ તમામ મૃતકો મહિલાના પરિવારજનો હતા. 


પોલીસે આપેલી માહિતી પ્રમાણે પ્રજ્ઞાના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા પણ સાસરિયામાં બધા તેને ટોણા મારતા હતા. કંટાળીને પ્રજ્ઞાએ બદલો લેવાનો નિર્ણય લીધો અને ભંડારાના ભોજુનમાં ઝેર મેળવી દીધું. હાલમાં, આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. 


દેશના સમાચાર જાણવા કરો ક્લિક...