રેલવે મેન્યુઅલમાં ત્રણ સ્તરના સુરક્ષા માપદંડોને અવગણીને રવિવારે એક માલગાડી ડ્રાઈવર તથા ગાર્ડ વગર જ જમ્મુથી પંજાબ પહોંચી ગઈ. હજારો ટન માલ લદાયેલો હોવાથી માલગાડીએ ઢાળ પર દોડતા દોડતા વધુમાં વધુ 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લીધી. આ ઘટના બાદ રેલવે પ્રશાસનના હોશ ઉડી ગયા. કઠુઆ (જમ્મુ)થી હોશિયારપુર (પંજાબ) વચ્ચે 70 કિલોમીટરનું અતર કાપી ચૂકેલી આ માલગાડીને રેલવે અધિકારીઓ ભારે જદ્દોજહેમત બાદ રેતીની બોરીઓ નાખીને રોકવામાં સફળ રહ્યા. આ ઘોર  બેદરકારી અંગે હજુ સુધી તો કોઈના વિરુદ્ધ કાર્યવાહી થઈ નથી. પરંતુ રેલવેએ આ ઘટનાના તપાસના આદેશ આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ જમ્મુના કઠુઆમાં સવારે 6 વાગે ડ્યૂટી સમાપ્ત થયા બાદ ચિપ પથ્થરથી લદાયેલી ડીએમઆર માલગાડીને રેલવે સ્ટેશન પર ઊભી રાખી દેવાઈ હતી. માલગાડીમાં લાગેલા બે એન્જિન પણ બંધ હતા. રેલવે મેન્યુઅલ મુજબ આવી સ્થિતિમાં એન્જિન અને ડબ્બાના પાટાઓમાં ચાર છ લાકડીના ટુકડા લગાવવામાં આવે છે. જેનાથી ઢાળ પર માલગાડી દોડવાનું શરૂ ન કરે. આ સાથે પૈડાને સેફ્ટી સાંકળથી પાટા સાથે બાંધવામાં આવે છે અને એન્જિનનું એડોપ્ટર પાડીને બ્રેક લોક કરવામાં આવે છે. જેનાથી માલગાડીમાં બ્રેક લાગેલી રહે છે. 


નિયમનું પાલન નહીં
રેલવે મેન્યુઅલના થ્રી લેયર સુરક્ષા ચક્રને સહાયક લોકો પાયલોટ, લોકો પાયલોટ, ગાર્ડ, રેલવે સ્ટેશનના સુરક્ષાકર્મીઓએ પાલન કર્યું નહીં. જેના કારણએ 7.25 પર માલગાડી ઢાળ પર હોવાના કારણે આપોઆપ દોડવા લાગી. બે ડીઝલ એન્જિન તથા 53 ડબ્બામાં ચિપ પથ્થર લાદેલા હોવાના કારણે માલગાડીએ 70 કિલોમીટરની મુસાફરી એક કલાક 35 મિનિટમાં પૂરી કરી લીધી. એટલે કે માલગાડી 53.85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી રહી. 


જમ્મુ જલંધરનો આ સેક્શન ઢાળવાળો છે અને આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતી. પંજાબના હોશિયારપુરના બસ્તી રેલવે સ્ટેશન પાસે એક ઢાળવાળા સ્થાને રેતીની બોરીઓ રાખીને માલગાડી રોકવામાં આવી. રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. 


બ્રેક લગાવીને ચલાવાય છે ટ્રેનો
નોંધનીય છે કે રેલવેના કાલકા-ચંડીગઢ સેક્શન પર ટ્રેન ડ્રાઈવર એક્સીલેટરની જગ્યાએ બ્રેક લગાવીને ટ્રેન દોડાવે છે. કારણ કે કાલકા-ચંડી મંદિર વચ્ચે (40 કિલોમીટર) માત્ર 200 મીટર પર પાટા બે મીટર ડાઉન થઈ જાય છે. સાત કિલોમીટર ચાલતા તો ડ્રાઈવર બ્રેક લગાવવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન ટ્રેન 90 કિમી પ્રતિકલાકે દોડાવાય છે. આ સિલસિલો ચંડીગઢ સુધી ચાલે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube