ગાઝિયાબાદના લોની વિસ્તારમાં માણસાઈને શર્મસાર કરતી એક શોકિંગ ઘટના સામે આવી છે. ઈન્દિરાપુરી વિસ્તારમાં એક જ્યૂસની દુકાન પર જ્યૂસના નામ પર લોકોને માનવ મૂત્ર પીવડાવવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકોએ જ્યારે જ્યૂસમાં વિચિત્ર સ્વાદ અનુભવ્યો ત્યારે આ મામલો સામે આવ્યો અને તેમણે ખુબ વિરોધ જતાવ્યો. સ્થાનિક લોકોએ દુકાનના સંચાલકને રંગે હાથ પકડ્યો અને તેની ખુબ પીટાઈ કરી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક લોકોની ફરિયાદ
જ્યૂસની દુકાનમાંથી એક કથિત માનવમૂત્રવાળી બોટલ પણ મળી આવી છે. સ્થાનિક લોકોએ તેનો વીડિયો બનાવ્યો અને પોલીસને જાણ કરી. ગુસ્સે ભરાયેલા લોકોએ આ યુવકની ખુબ પીટાઈ પણ કરી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને દુકાન સંચાલક સહિત 2 લોકોની અટકાયત કરી છે. જ્યૂસનું સેમ્પલ અને માનવ મૂત્રને પણ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. 



પેશાબ ભરેલું પ્લાસ્ટિકનું કેન
તેમણે જણાવ્યું કે જ્યૂસ વેચનારાની ઓળખ આમિર (29) તરીકે થઈ છે. વર્માએ કહ્યું કે સૂચના મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને જ્યૂસની દુકાન પર તપાસ ચલાવી તો પેશાબ ભરેલું પ્લાસ્ટિકનું કેન મળી આવ્યું છે. તેમના જણાવ્યાં મુજબ પોલીસે આ મામલે આમિરની પૂછપરછ કરી પરંતુ કોઈ સંતોષજનક જવાબ તે આપી શક્યો નહીં. સહાયક પોલીસ આયુક્તે જણાવ્યું કે પોલીસે તેની ધરપકડ કરી અને તેના સહાયક કિશોરને પણ અટકમાં લીધો છે.  તેમણે કહ્યું કે આ મામલે કાનૂની કાર્યવાહી થઈ રહી છે.