નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુસ્લિમ ટોપી ન પહેરવાની ટીકા કરતા અને નાગાલેન્ડની પારંપરિક ટોપીને વિચિત્ર ગણાવતા કોંગ્રેસ નેતા શશિ થરૂર તરફથી આપવામાં આવેલા નિવેદન વિશે બીજેપીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રતિક્રિયા આપી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે શશિ થરૂરના નિવેદનથી નોર્થ-ઇસ્ટના લોકોની લાગણી ઘવાઈ છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે શશિ થરૂર કોકટેલ પાર્ટીની બહાર જ નથી આવ્યા. તેઓ ભલે સાંસદ અને મંત્રી બની ગયા હોય પણ તેમને આ વાતનો અહેસાસ જ નથી. સુબ્રમણ્યમ સ્વામીએ શશિ થરૂરની સરખામણી અંગ્રેજના અનૌરસ સંતાન સાથે કરી છે અને કહ્યું છે કે તેઓ એવા બાળક જેવા છે જેની બધી આદત અંગ્રેજ જેવી છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાગા ટોપી પહેરવાને વિચિત્ર હરકત કહેવા બદલ સુબ્રમણ્યમ સ્વામીએ શશી થરૂરની નિંદા કરી છે. તેઓ કહ્યું કે થરૂર પોટે સૂટ અને બુટમાં રેસ્ટોરાંના વેઇટર તેમજ બટલર જેવા લાગે છે. તેઓ કઈ રીતે નાગાલેન્ડના લોકોને પહેરવેશને વિચિત્ર કહી શકે છે? આવા લોકોનો તો બહિષ્કાર કરવો જોઈએ. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...