બેતિયા : મોટાભાગના ભારતીય સમાજમાં 21મી સદીમાં પણ પ્રેમ વિવાહને મંજૂરી નથી મળી. લોકો પ્રેમલગ્ન કરનારની બહુ હિણપતભરી નજરથી જોતા હોય છે. આ માનસિકતા દાયકાઓથી ચાલી આવી છે. અમુક જગ્યાએ આવા લગ્નને માન્યતા મળી છે પણ મોટાભાગની જગ્યાએ સમસ્યા જ ઉભી થાય છે. સરકારે તો પ્રેમલગ્નને કાનૂની ગણાવ્યા છે અને વયસ્ક પ્રેમીઓ દ્વારા કરવામાં આવેલા લગ્નને જરૂર પડે તો પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવે છે. આ સિવાય સરકાર આંતરજાતીય લગ્નને પ્રોત્સાહન આપવાનું પણ કામ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારના બેતિયામાં પ્રેમલગ્ન કરનાર એક દીકરી પ્રત્યે ભારે નારાજગીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક દીકરીએ પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા તો ગુસ્સામાં પિતાએ જીવંત દીકરીની શ્રાદ્ધવિધિ કરી નાખી. હવે દીકરી પોલીસ પાસે ન્યાયની માગણી કરી રહી છે. આ ઘટના બેતિયામાં બની છે. અહીં લગ્ન કરનાર યુવક અને યુવતી બાજુબાજુમાં રહેતા હતા અને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા પણ તેમના પરિવાર આ માટે તૈયાર નહોતા. આખરે તેમણે ઘરેથી ભાગીને 27 જૂને હિંદુ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા હતા. 


લગ્ન પછી છોકરાના પરિવારે તેમને અપનાવાની સ્પષ્ટ ના પાડી દીધી અને તેમને ઘરમાં ઘુસવા પણ ન દીધા. છોકરીનો પરિવાર પણ આ લગ્નની વિરૂદ્ધ હતો અને તેમણે તો પોતાની જીવંત દીકરીનું શ્રાદ્ધ કરી નખ્યું હતું. હવે આ દંપતિએ તેઓ વયસ્ક હોવાનું પ્રમાણપત્ર પોલીસને સોંપ્યું છે. આ દસ્તાવેજ પ્રમાણે યુવતીની વય 20 વર્ષ અને યુવકની વય 21 વર્ષ છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..