ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં હચમચાવી નાખે તેવી ઘટના ઘટી છે. વાહનોના વિવાદમાં પોલીસે સુનાવણી હાથ ન ધરતા નારાજ થયેલી એક વ્યક્તિએ પરિવાર સાથે પોલીસ અધિક્ષકની ઓફિસ પહોંચીને પોતાના ઉપર  પેટ્રોલ નાખીને આત્મદાહ કર્યું. પોલીસકર્મીઓએ આગ તો બુઝાવી લીધી પરંતુ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો છે. હોસ્પિટલમાં તેની ગંભીર સ્થિતિને જોતા લખનઉ રેફર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના તે વ્યક્તિની પત્ની અને તેના બાળકની સામે ઘટી. પત્ની બાળકને હાથમાં લઈને પતિને બચાવવા માટે બૂમો પાડતી રહી. જ્યારે તે વ્યક્તિનું માસૂમ બાળક પપ્પા પપ્પા કહીને હ્રદયદ્રાવક ચીસો પાડતું વીડિયોમાં જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


પોલીસ કાર્યવાહી ન થતા દુખી હતો યુવક
વીડિયોને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પોતાના એક્સ (અગાઉ ટ્વિટર) હેન્ડલથી પોસ્ટ કરતા રાજ્યની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. પીડિતની ઓળખ શાહજહાંપુરના ગામ સિહરાન રહીશ તાહિર અલી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ તાહિરે ચિનૌર ગામના રહીશ ઉમેશકુમાર તિવારીને બે પિકઅપ ગાડીઓ ભાડે આપી હતી. ઉમેશે પછી ભાડુ ન આપ્યું અને બંને ગાડીઓ પણ કબજે કરી લીધી. તાહિરે એસપી ઓફિસમાં પ્રાર્થનાપત્ર આપતા પોલીસે વાહન જપ્ત કરી  લીધા હતા. આરોપ છે કે વાહન લઈને ઘરે પાછા ફરતી વખતે આરોપીઓએ તાહિર પર હુમલો કર્યો. આ હુમલા અંગે તાહિરે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. આરોપ છે કે લગભગ દોઢ મહિના બાદ પોલીસે દાહિરની ગાડીઓ સીઝ કરીને શાહબાજનગર ચોકી પર ઊભી રાખી દીધી. તાહિરે કોર્ટમાં અરજી આપી. પરંતુ તેની ગાડીઓ ચોકીથી ગાયબ કરી દેવાઈ. ત્યારબાદથી તાહિર પરેશાન થઈને ફરી રહ્યો હતો અને પોલીસ કાર્યવાહી ન થવાથી દુખી હતો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube