શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 4 આતંકવાદી ઠાર માર્યા હતા જ્યારે એક આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. બાકી આતંકવાદીઓની શોધખોળ માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્ત સુચના પર સુરક્ષાબળોએ કિલૂરામાં ચલાવ્યું અભિયાન
જમ્મૂ કાશ્મીર પોલીસના અનુસાર તેને શોપિયાંના કિલૂરામાં 4-5 આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી. ત્યારબાદ સેના, પોલીસ અને સીઆરપીએફએ મળીને ઓપરેશન શરૂ કર્યું. 


સુરક્ષાબળોના ઓપરેશનમાં 4 આતંકવાદી ઠાર, એક જીવતો પકડાયો
પોલીસ અનુસાર જ્યારે સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને તલાશી શરૂ કરી તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ સુરક્ષાબળો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં 4 આતંકવાદી ઠાર માર્યા. જ્યારે એકને જીવતો પકડવામાં આવ્યો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓપરેશનમાં સુરક્ષાબળોના કોઇ જવાનને નુકસાન પહોંચ્યું નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube