Shraddha Murder Case: બુધવારે થશે આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ, મળી શકે છે અનેક સવાલોના જવાબ
Shraddha Murder Case શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા અત્યાર સુધી દિલ્હી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. હવે બુધવારે આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ શ્રદ્ધા હત્યાકેસ (Shraddha Murder Case) ના આરોપી આફતાબ અમીન પૂનાવાલા (Aftab Amin Poonawala) નો પોલીગ્રાફી ટેસ્ટ (Polygraph Test) આવતીકાલ એટલે કે બુધવારે દિલ્હીના રોહિણી સેક્ટર 14 સ્થિત ફોરેન્સિક લેબમાં થશે. તેના બીજા દિવસે ગુરૂવારે રોહિણી સ્થિત બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના આઈસીયૂમાં નાર્કો ટેસ્ટ (Narco Test) થશે.
આ બંને ટેસ્ટ માટે ફોરેન્સિક મનોવૈજ્ઞાનિક 50થી વધુ પ્રશ્નો તૈયાર કરવામાં લાગી ગયા છે. નાર્કો ટેસ્ટ માટે આંબેડકર હોસ્પિટલના ડોક્ટર નવીનના નેતૃત્વમાં બે લોકોની ટીમની રચના કરવામાં આવી છે.
4 દિવસ વધી આફતાબની પોલીસ કસ્ટડી
સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લાએ મંગળવારે વિશેષ સુનાવણી દરમિયાન શ્રદ્ધા હત્યાકાંડ કેસના આરોપી આફતાબના પોલીસ રિમાન્ડમાં વધારો કર્યો હતો. કોર્ટે પોલીસની અપીલ પર આરોપીના પોલીસ રિમાન્ડ ચાર દિવસ માટે વધાર્યા છે. આ દરમિયાન આફતાબને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી મોદીને જાનથી મારવાની ધમકી, મુંબઈ પોલીસને મળ્યો મેસેજ
પોલીસ સૂત્રોનું કહેવું છે કે આફતાબે હજુ સુધી મહરૌલીથી ગુરૂગ્રામ જતા માર્ગ પર સ્થિત દુકાનની ઓળખ કરી નથી, જ્યાંથી તેણે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર ખરીદ્યું હતું. સાથે હજુ સુધીની તપાસ બાદ નાર્કો તથા પોલીગ્રાફ ટેસ્ટ બાકી છે. તેના આધાર પર પોલીસે રિમાન્ડ વધારવાની અપીલ કરી હતી.
સુનાવણી દરમિયાન શાંત સ્થિતિમાં હતો આફતાબ
ઉલ્લેખનીય છે કે સાકેત કોર્ટમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લાની સમક્ષ મંગળવારે સવારે આશરે 9.30 કલાકે શ્રદ્ધા કેસની સુનાવણી થઈ હતી. વકીલ અબિનાશ કુમારે જણાવ્યુ કે સુનાવણી દરમિયાન આરોપી આફતાબ સ્થિર તથા શાંત સ્થિતિમાં હતો.
આ દરમિયાન પોલીસે કોર્ટને આરોપીના પોલીસ રિમાન્ડ ચાર દિવસ વધારવાની અપીલ કરી પરંતુ આફતાબ તરફથી વકીલ અબિનાશ કુમારે પોલીસ રિમાન્ડને ચાર દિવસ વધારવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે બે દિવસની પોલીસ રિમાન્ડ પર્યાપ્ત છે. પરંતુ એમએમ અવિરલ શુક્લાએ બંને પક્ષોને સાંભળ્યા બાદ ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચોઃ સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, સીબીઆઈએ દાખલ કરી ચાર્જશીટ
આ દરમિયાન આફતાબે કોર્ટને જણાવ્યું કે તે તપાસમાં પોલીસને સંપૂર્ણ સહયોગ કરી રહ્યો છે. તેણે તે પણ કહ્યું કે મર્ડર વેપનવાળી દુકાનની ઓળખ એટલા માટે કરી રહ્યો નથી કારણ કે તેને લઈને તે ખુબ ભ્રમિત છે.
પરિવારજનોએ કરી મુલાકાત
એક પોલીસ સૂત્રએ જણાવ્યું કે સોમવારે આરોપી આફતાબની મુલાકાત તેના માતા-પિતા સાથે કરાવવામાં આવી હતી. પરંતુ આ મામલામાં અત્યાર સુધી આરોપી તરફથી કોઈ સ્વજન સામેલ થયા નથી અને ન તેના તરફથી આફતાબ માટે કોઈ ખાનગી વકીલ કરાવવાની માંગ કરવામાં આવી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube