Narendra Modi Threatened: પ્રધાનમંત્રી મોદીને જાનથી મારવાની ધમકી, મુંબઈ પોલીસને મળ્યો મેસેજ

Threat To PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ધમકી આપનારની માહિતી મેળવવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ એલર્ટ પર છે. વર્લી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

Narendra Modi Threatened: પ્રધાનમંત્રી મોદીને જાનથી મારવાની ધમકી, મુંબઈ પોલીસને મળ્યો મેસેજ

મુંબઈઃ Narendra Modi Threat Call: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને મારી નાખવાની ધમકી મુંબઈ ટ્રાફિલ પોલીસને મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસની પાસે પીએમ મોદીને લઈને ધમકીભર્યો કોલ આપ્યો છે, ત્યારબાદ હડકંપ મચી ગયો છે. મુંબઈ ટ્રાફિક પોલીસને કોલ સિવાય ધમકીભર્યો મેસેજ પણ આવ્યો છે. પીએમ મોદી સાથે જોડાયેલી ધમકી બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ સિવાય સાઇબર ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. 

એલર્ટ મોડ પર મુંબઈ પોલીસ
નોંધનીય છે કે પોલીસે તે મોબાઇલ નંબર અને યૂઝર આઈડીને ટ્રેક કરવાનું શરૂ કરી દીધુ છે, જ્યાંથી આ કોલ આવ્યો છે. પોલીસની ટીમ એલર્ટ મોડ પર છે અને ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે જે પણ દોષીત હશે તે જલદી ઝડપાઈ જશે. 

ટ્રાફિક પોલીસને મોકલવામાં આવી ઓડિયો ક્લિપ
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને આવેલો ધમકીભર્યો કોલ ડી કંપની તરફથી હોઈ શકે છો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેમને ઓડિયો ક્લિપ પણ મોકલવામાં આવી છે. 

વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ
ઉલ્લેખનીય છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને પીએમ મોદીને લઈને ધમકી મળી તો તેની સૂચના મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે. ત્યારબાદ વર્લી પોલીસ સ્ટેશને કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં સાઇબર સેલની મદદ પણ લેવામાં આવી છે. 

રિપોર્ટ અનુસાર મુંબઈ ટ્રાફિક પોલીસને પીએમ મોદીને લઈને ધમકી મળ્યા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ પર રાખવામાં આવી છે. તેની પાછળ કોણ છે, તેની માહિતી મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news