નવી દિલ્હીઃ Shraddha Murder Case: દિલ્હી પોલીસે શ્રદ્ધા હત્યા કેસને લઈને મંગળવારે (24 જાન્યુઆરી) નવો ખુલાસો કર્યો છે. સાકેત કોર્ટમાં 6000 પેજથી વધુની ચાર્જશીટ દાખલ કર્યા બાદ પોલીસે પત્રકાર પરિષદ કરી મહત્વની વાત કહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી મીનૂ ચૌધરીએ જણાવ્યું કે જે દિવસે શ્રદ્ધાની હત્યા થઈ ત્યારે તે પોતાની કોઈ મિત્રને મળવા ગઈ હતી. આરોપી આફતાબ ઈચ્છતો નહોતો કે શ્રદ્ધા કોઈ સાથે દોસ્તી કરે. આ કારણ છે કે શ્રદ્ધાની આફતાબે હત્યા કરી દીધી. તેમણે કહ્યું કે કેસમાં પહેલા આઈપીસીની કલમ 365 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં કલમ 302 પણ જોડવામાં આવી છે. 


આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્ય અને લોકસભા ચૂંટણી જીતવા 'ગુજરાત મોડેલ'ના ભરોસે ભાજપ


ચાર્જશીટમાં શું છે?
મીનુ ચૌધરીએ જણાવ્યું કે, દિલ્હીના છતરપુરમાં શ્રદ્ધાના મૃત શરીરના કેટલાક ટુકડા મળી આવ્યા છે. તપાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જીપીએસ લોકેશન પણ ડિજિટલ પુરાવા તરીકે ટ્રેક કરવામાં આવ્યા હતા. 6000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી હતી.


તેમણે જણાવ્યું કે શ્રદ્ધાની હત્યામાં કોઈ એક હથિયારનો ઉપયોગ થયો નથી. ઘણા અલગ-અલગ પ્રકારના હથિયારોનો ઉપયોગ થયો. અમે કેટલાક હથિયાર જપ્ત કર્યાં છે. ચાર્જશીટમાં 150થી વધુ લોકોના નિવેદન દાખલ કરવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ BBC Documentary: હૈદરાબાદ યુનિવર્સિટીમાં યોજાયેલી PM મોદીની ડોક્યુમેન્ટ્રી પર હંગામો


કોર્ટમાં આફતાબે શું માંગ કરી?
શ્રદ્ધા હત્યાકાંડમાં આફતાબ પૂનાવાલા વિરુદ્ધ મંગળવારે સાકેત કોર્ટમાં પોલીસે 6629 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. કોર્ટે આફતાબની ન્યાયીક કસ્ટડી બે સપ્તાહ વધારી સાત ફેબ્રુઆરી સુધી કરી દીધી છે. આફતાબે આ દરમિયાન કોર્ટને કહ્યું કે તે પોતાના વકીલ એમ એસ ખાનને બદલવા ઈચ્છે છે તેથી તેને ચાર્જશીટની કોપી આપવામાં આવે નહીં. તેમણે મેજિસ્ટ્રેટ પાસે ચાર્જશીટની કોપી માંગી તો તેના પર મેજિસ્ટ્રેટે કહ્યું કે, તે 7 ફેબ્રુઆરીએ તેના પર ધ્યાન આપશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube