Shraddha Murder Case: ડેટિંગ એપ પર મિત્રતા, પ્રેમ બાદ વિવાદ, આ ક્રાઇમ શો જોઈને આફતાબે શ્રદ્ધાની લાશના કર્યા 35 ટુકડા
Shraddha Murder in Mehrauli: મુંબઈમાં નોકરી કરતી શ્રદ્ધાને પોતાના પ્રેમમાં ફસાવ્યા બાદ તેની હત્યા કરી અને મૃતદેહના 35 ટુકડા કરનાર આરોપી આફતાબને 5 દિવસની દિલ્હી પોલીસની રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
મુંબઈ/નવી દિલ્હીઃ લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી 35 ટુકડા કરનાર આફતાબ આમીન પૂનાવાલાએ આ કાંડ માટે સંપૂર્ણ તૈયારી કરી હતી. તે જે શ્રદ્ધાને પ્રેમનું નાટક કરતો હતો, તેણે આવી ખતરનાક ઘટનાને અંજામ આપ્યો કે જેની કહાની સાંભળીને તમે હચમચી જશો. મુંબઈથી છતરપુર આવી રહેતા આફતાબે લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાની લગ્ન કરવાની માંગ પર આ ષડયંત્ર રચ્યું હતું. એટલું જ નહીં શ્રદ્ધાના મૃતદેહને છુપાવવા માટે એક 300 લીટરનું ફ્રીઝ પણ ખરીદ્યું હતું. મૃતદેહના ટુકડા કરી તેણે ફ્રીઝમાં મુકી દીધા હતા. તેણે આ જધન્ય કાંડની શીખ અમેરિકી ક્રાઇમ શો 'Dexter' માંથી લીધી હતી.
આફતાબ આમીન પૂનાવાલાની પોલીસે શનિવારે ધરપકડ કરી છે. હવે તેને 5 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. 26 વર્ષની શ્રદ્ધા વાલકરે માતાપિતા વિરુદ્ધ જઈને આફતાબ સાથે સંબંધો જાળવી રાખ્યા હતા. તેના કારણે તેની માતાપિતા સાથે વાત થતી નહોતી અને બંને મુંબઈથી દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. ફૂડ બ્લોગર રહેલા આફતાબ સાથે શ્રદ્ધાની મુલાકાત એક કોલ સેન્ટરમાં નોકરી દરમિયાન થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ, પછી પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને મુંબઈથી દિલ્હી આવી ગયા હતા. દિલ્હી આવીને પણ શ્રદ્ધા પોતાના સોશિયલ મીડિયા પર અપડેટ કરતી રહેતી હતી, જેથી પરિવારજનોને જાણકારી મળી રહેતી હતી. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી પુત્રીની કોઈ માહિતી ન મળી તો તેના પિતા દિલ્હી આવ્યા અને પોલીસનો સંપર્ક કર્યો હતો.
જેની સાથે મુંબઈથી આવ્યો, કેમ કરી તેની હત્યા
પોલીસની તપાસમાં જે ખુલાસો થયો, તેનાથી હોશ ઉડી ગયા. આફતાબે શ્રદ્ધાની 18 મેએ હત્યા કરી દીધી હતી. તેણે મૃતદેહના 35 ટુકડા કરી ફ્રીઝમાં રાખી દીધા અને દરરોજ એક-બે અંગ તેમાંથી કાઢી મોડી રાત્રે બહાર ફેંકી આવતો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે તેને આ કૃત્ય કરવાની શીખ અમેરિકી ક્રાઇમ શો Dexter' દોઈને લીધી હતી. આફતાબે શેફ તરીકે ટ્રેનિંગ લીધી હતી અને મીટ કાપવાના ચાકૂથી શ્રદ્ધાના ટુકડા કર્યાં હતા. દક્ષિણી દિલ્હી પોલીસના ઇન્ચાર્જ અંકિત ચૌહાણે જણાવ્યુ કે બંને વચ્ચે ઘણીવાર લગ્નને લઈને ઝગડો તયો હતો. આ વિવાદ વધતા પર તેણે શ્રદ્ધાની હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચોઃ દબાણ કે લાલચથી ધર્મ પરિવર્તન પર સુપ્રીમ કોર્ટ ગંભીર, કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
કઈ રીતે પિતાને ખબર પડી, જાણો વિગત
શ્રદ્ધાના પિતાને ત્યારે આશંકા ગઈ, જ્યારે પુત્રીની કોઈ મિત્રએ જણાવ્યું કે તેનો ફોન ઘણા સપ્તાહથી સ્વિચ ઓફ આવી રહ્યો છે. રિલેશનશિપને લઈને માતા-પિતાથી નારાજ થયેલી શ્રદ્ધા તેમની સાથે વાત કરતી નહોતી. જાણકારી મળવા પર શ્રદ્ધાના પિતા દિલ્હી આવ્યા હતા અને પુત્રી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં તો આફતાબ પકડાઈ ગયો અને હવે શ્રદ્ધાની લાશના ટુકડા જંગલમાંથી મળી આવ્યા છે. જે ચાકૂથી આફતાબે તેની હત્યા કરી અને શરીરના ટુકડા કર્યા, તે હજુ મળ્યો નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube