Shraddha Murder Case: પોલીસ કસ્ટડીમાં આવો છે આફતાબનો હાવ-ભાવ, સામે આવ્યો વીડિયો
Delhi Murder Case: સાકેત કોર્ટે શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાની પોલીસ કસ્ટડી ચાર દિવસ માટે વધારી દીધી છે. આરોપીના પોલીગ્રાફી ટેસ્ટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ Delhi Shraddha Murder Case: શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawala) ની મંગળવારથી પોલીગ્રાફી ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એપએસએલના અધિકારીઓએ કહ્યું કે આફતાબના પોલીગ્રાફી ટેસ્ટ માટે પ્રી-મેડ સેશન અને સાઇન્ટિફિક સેશન થયું છે. આફતાબ પૂનાવાલા પોલીસની સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ઓફિસથી બહાર નિકળી રહ્યો છે તેનો વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં આફતાબ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ઓફિસની અંદર ઉભેલા અધિકારીઓ સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે બહાર આવે છે અને પોલીસ તેને લઈ જાય છે. આફતાબ મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા સાકેત કોર્ટમાં રજૂ પણ થયો હતો. કોર્ટે તેની ચાર દિવસની પોલીસ કસ્ટડી વધારી દીધી છે. આરોપીની પાંચ દિવસની કસ્ટડી આજે પૂરી થઈ હતી.
આફતાબના મિત્રોના નિવેદન નોંધવામાં આવ્યા
દિલ્હી પોલીસે મંગળવારે મહારાષ્ટ્રના ગાલઘર જિલ્લાની વસઈ ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી આફતાબના 3 મિત્રોના નિવેદન નોંધ્યા છે. દિલ્હી પોલીસ અત્યાર સુધી 17 લોકોના નિવેદન નોંધી ચુકી છે. આફતાબ પર પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાનું ગળુ દબાવી હત્યા કરવા અને તેના શરીરના 35 ટુકડા કરવાનો આરોપ છે.
Shraddha ના મોબાઇલમાં છુપાયેલું છે હત્યાનું રાઝ! સામે આવી ચોંકાવનારી જાણકારી
ક્રાઇમ શો જોઈ આવ્યો મૃતદેહને ઠેકાણે લગાવવાનો વિચાર
બંને આ વર્ષે મે મહિનાથી મુંબઈથી દિલ્હીના છતરપુરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે શ્રદ્ધાની 18 મેએ હત્યા કરી હતી, ત્યારબાદ મૃતદેહને ઠેકાણે લગાવવાનો પ્લાન શરૂ કર્યો હતો. દિલ્હી પોલીસે ખુલાસો કર્યો કે તેણે ક્રાઇમ શો જોઈને મૃતદેહને ઠેકાણે લગાવવાનો આઇડિયો લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube