Shraddha ના મોબાઇલમાં છુપાયેલું છે હત્યાનું રાઝ! વીડિયોમાં આફતાબના ગુનાની સંપૂર્ણ કુંડળી જાણવા મળશે
Shraddha Murder Case માં શ્રદ્ધાના મોબાઇલમાં રહેલા એક વીડિયોની એન્ટ્રી થઈ છે, જેને શ્રદ્ધા આફતાબની જાળમાંથી બહાર આવવાની ચાવી માનતી હતી. શ્રદ્ધાના મિત્ર પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર આ વીડિયો જો મળી જાય તો શ્રદ્ધા હત્યા કેસમાં મોટો ખુલાસો થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Shraddha and Aaftab: આફતાબે શ્રદ્ધાની હત્યા કેમ કરી. આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે આ કહાનીમાં શ્રદ્ધાના મોબાઇલમાં રહેલા એક વીડિયોની એન્ટ્રી પણ થઈ ગઈ છે, જેને શ્રદ્ધા આફતાબની જાળમાંથી બહાર આવવાની ચાવી માનતી હતી. શ્રદ્ધાના મિત્ર પાસેથી પ્રાપ્ત એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે, આ વીડિયો જો મળી જાય તો શ્રદ્ધા હત્યા કેસમાં મોટો ખુલાસો થઈ શકે છે.
ખુલી રહી છે આફતાબની પોલ
આફતાબે જૂનમાં વસઈથી દિલ્હી 37 સામાન શિફ્ટ મંગાવ્યા હતા. તેની પાછળ પણ આફતાબનું એક ષડયંત્ર હતું. પોલીસ પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે આફતાબ તે દેખાડવાના પ્રયાસમાં હતો કે શ્રદ્ધા તેને છોડીને જતી રહી અન પોતાની સાથે લાવેલો ઘરનો સામાન પણ લલઈને જતી રહી અને તેણે પોતાની જરૂરીયાતનો સામાન બીજીવાર વસઈથી મંગાવવો પડ્યો છે. તે માટે તેણે એક પેકર્સ કંપનીથી સામાન મંગાવવા માટે ઓનલાઇન બુકિંગ પણ કર્યું હતું.
આફતાબની પોલીસ કસ્ટડીમાં વધારો
તો દિલ્હીની એક કોર્ટે આરોપી આફતાબની પોલીસ કસ્ટડી મંગળવારે ચાર દિવસની વધારી દીધી છે. તો કોર્ટે તેનો પોલીગ્રાફ ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. આફતાબના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ આજે પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
તો બચાવ પક્ષના વકીલ પ્રમાણે આફતાબે કોર્ટને જણાવ્યું કે તેણે ક્ષણિક આવેશમાં આવીને ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે કોર્ટ સમક્ષ તે પણ કહ્યું કે તે પોલીસની સાથે સહયોગ કરી રહ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લાએ કહ્યુ- તપાસ અધિકારી દ્વારા જણાવવામાં આવેલા કારણેને ધ્યાનમાં રાખતા કોર્ટે આરોપીની પોલીસ કસ્ટડી વધારી આપી હતી. આરોપીને 26 નવેમ્બર સુધી વધુ ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આફતાબની 12 નવેમ્બરે દિલ્હી પોલીસે દક્ષિણી દિલ્હીના મહરૌલી વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં શ્રદ્ધાની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના મૃતદેહના 35 ટુકડા કર્યાં હતા. પોલીસ છેલ્લા કેટલાક દિવસથી આ કેસમાં તપાસ કરી રહી છે. હવે આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ પણ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે