Shraddha Murder Case: શ્રદ્ધાના હત્યારા આફતાબનો થશે પોલીગ્રાફી ટેસ્ટ, કોર્ટમાંથી પોલીસને મળી મંજૂરી
Delhi Murder Case: દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબના પોલીગ્રાફી ટેસ્ટ માટે પોલીસને મંજૂરી મળી ગઈ છે. આ પહેલા આફતાબના નાર્કો ટેસ્ટની પણ મંજૂરી મળી ચુકી છે.
નવી દિલ્હીઃ Delhi Shraddha Murder Case:દિલ્હી પોલીસે સાકેત કોર્ટમાં શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબના પોલીગ્રાફી ટેસ્ટ માટે એક અરજી કરી હતી. દિલ્હી પોલીસના સૂત્રો પ્રમાણે કોર્ટે પોલીગ્રાફી ટેસ્ટની મંજૂરી આપી દીધી છે. આ સાથે આફતાબના નાર્કો ટેસ્ટ પહેલા જે પોલીગ્રાફી ટેસ્ટ માટે કોર્ટની મંજૂરીની જરૂર હતી તે અડચણ દૂર થઈ છે. આ ટેસ્ટ ક્યારે થશે તેની કોઈ માહિતી હજુ સામે આવી નથી.
આ સિવાય દિલ્હી પોલીસને અત્યાર સુધી આશરે 13 હાડકાં અને ચહેરાના અવશેષો મળ્યાં છે. આ બધાને તપાસ માટે સીએફએસએલ મોકલી આપવામાં આવ્યા છે. તો આફતાબને નોર્કો, પોલીગ્રાફી ટેસ્ટ એફએસએલમાં કરાવવામાં આવશે. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે પોતાની લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કરવાની વાત કબૂલ કરનાર આફતાબ સવાલોનો ભ્રામક જવાબ આપી રહ્યો હતો.
પાછલા ગુરૂવારે કોર્ટો રોહિણી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને પાંચ દિવસની અંદર આફતાબનો નાર્કો ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. ગુરૂવારે કોર્ટે આરોપીની પોલીસ કસ્ટડીને પાંચ દિવસ સુધી વધારી હતી. પરંતુ કોર્ટે આ મામલામાં તપાસ અધિકારીને આરોપી પર થર્ડ-ડિગ્રીનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃ રાજીવ ગાંધીની હત્યાના દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમમાં જશે કોંગ્રેસ, કરશે અરજી
દેશને ધ્રુજાવી દેનાર હત્યાકાંડનો આ કેસ છ મહિના જૂનો છે. તેનો ખુલાસો આ મહિને થયો હતો. આફતાબ અને શ્રદ્ધા આ વર્ષે મે મહિનામાં મુંબઈથી દિલ્હી શિફ્ટ થયા હતા. દિલ્હીના છતરપુર પહાડી વિસ્તારમાં બંને ભાડાના મકાનમાં રહેતા હતા. દિલ્હી આવ્યાના ત્રણ દિવસ બાદ બંને વચ્ચે ઝગડો થયો અને આફતાબે શ્રદ્ધાની હત્યા કરી દીધી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube