રાજીવ ગાંધીની હત્યાના દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમમાં જશે કોંગ્રેસ, જલદી દાખલ કરશે અરજી
Rajiv Gandhi Assassination Case: પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)અને દિવંગત રાજીવ ગાંધીના પત્નીએ ચાર દોષીતોની મોતની સજા ઓછી કરવાનું સમર્થન કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ Rajiv Gandhi Assassination: કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. કોંગ્રેસ તરફથી જલદી પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવશે. કોંગ્રેસે કહ્યું કે તે રાજીવ ગાંધી હત્યાકાંડના દોષીતોને છોડવા વિરુદ્ધ પડકારતી નવી સમીક્ષા અરજી દાખલ કરશે. કોંગ્રેસે રાજીવ ગાંધીના હત્યારાઓના જેલમાંથી બહાર આવ્યાના 10 દિવસ બાદ સુપ્રીમના નિર્ણયને પડકારવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યારાઓ બહાર આવતા કોંગ્રેસે તેને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું.
આ પહેલા તમિલનાડુની જેલમાંથી એક મહિલા સહિત છ લોકોને છોડ્યા બાદ કેન્દ્રએ પણ શુક્રવાર (19 નવેમ્બર) એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી આદેશની સમીક્ષા કરવાનું કહ્યું હતું. કેન્દ્રએ તર્ક આપ્યો હતો કે પર્યાપ્ત સુનાવણી વગર દોષીતોને છોડવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન થયું છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ મામલા સાથે જોડાયેલા અન્ય પક્ષોને સાંભળ્યા વગર દોષીતોને સમય પહેલાં છોડવાનો નિર્ણય આપી દીધો.
Congress to file a fresh review petition in Supreme Court challenging premature release of convicts on the grounds set up in the order in Former PM Rajiv Gandhi's assassination case: Sources
— ANI (@ANI) November 21, 2022
સોનિયાએ સજા ઓછી કરવાનું કર્યું હતું સમર્થન
ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને દિવંગત રાજીવ ગાંધીના પત્નીએ ચાર દોષીતોની મોતની સજાને ઘટાડવાનું સમર્થન કર્યું હતું. એટલું જ નહીં તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ રાજીવ ગાંધીની હત્યાના એક આરોપી સાથે મુલાકાત કરી હતી અને તેને મફ કરી દીધો હતો. પરંતુ પાર્ટી નેતૃત્વએ ગાંધી પરિવારથી અસહમતિ વ્યક્ત કરી છે અને આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું હતું કે પૂર્વ પીએમ રાજીવ ગાંધીના બાકી હત્યારાઓને છોડવાનો નિર્ણય સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય અને ખોટો છે.
કોર્ટે આ આધાર પર સંભળાવ્યો છોડવાનો નિર્ણય
મે 1991માં તમિલનાડુના શ્રીપેરંબુદૂરમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી પ્રચાર દરમિયાન એક આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં સાત લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દોષીતોને છોડવાનો ચુકાદો આપતા કહ્યું હતું કે કેદીઓના સારા વ્યવહાર અને મામલામાં દોષી ઠેરવવામાં આવેલા અન્ય એક વ્યક્તિ એજી પેરારિવલનને મે મહિનામાં છોડવાના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ધરપકડ સમયે તે 19 વર્ષનો હતો અને 30 કરતા વધુ વર્ષ જેલમાં રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે