નવી દિલ્હીઃ Shraddha Murder Case Update: શ્રદ્ધા હત્યા કેસમાં એક મહત્વની માહિતી સામે આવી છે. તે હાડકાં પોલીસને તપાસ દરમિયાન મળ્યા હતા, તેનું ડીએનએ સેમ્પલ શ્રદ્ધાના પિતાની સાથે મેચ થઈ ગયું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર સિંહ હુડ્ડાએ જણાવ્યું કે શ્રદ્ધા હત્યાકાંડમાં જંગલમાંથી મળેલ હાડકાં અને લોગીના ડાઘનો ડીએનએ રિપોર્ટ શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ થઈ ગયો છે. સીએફએસએલ (CFSL) એ હાડકાં અને ઘરમાંથી મળેલા લોહીના ડાઘનો રિપોર્ટ સોંપી દીધો છે. આ લોહીના સેમ્પલ સીએફએસએલે છતરપુરના ફ્લેટના કિચન, બાથરૂમ અને બેડરૂમમાંથી લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું કે સીએફએસએલથી હજુ 2 રિપોર્ટ આવ્યા છે જે કેસની તપાસને આગળ વધારવામાં ખુબ મહત્વપૂર્ણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસના સૂત્રો પ્રમાણે જે હાડકાંના ડીએનએ મેચ થઈ ગયા છે તેને જલદી પોસ્ટમોર્ટમ માટે એમ્સ મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે ઓટોપ્સી દ્વારા શ્રદ્ધાની હત્યાનો સાચો દિવસ અને સમય જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. એટલું જ નહીં પોલીગ્રાફિક ટેસ્ટ બાદ પોલીસે જંગલમાંથી શ્રદ્ધાના કેટલાક કપડા પણ જપ્ત કર્યા છે, જે તેણે અંતિમ સમયમાં પહેર્યાં હતા. આ કપડા જંગલમાંથી મળ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ ચીનની દરેક ચાલનો મળશે વળતો જવાબ, LAC પર જવાનોની સંખ્યામાં વધારો


હાડકાંનો ડીએનએ ટેસ્ટ મેચ
દિલ્હી પોલીસ જંગલમાંથી મળેલા હાડકાંના ડીએનએ મેચને મોટી સફળતા માની ચાલી રહી છે. પોલીસ સૂત્રો પ્રમાણે અત્યાર સુધી આ કેસ પરિસ્થિતિજન્ય પૂરાવા (Circumstancial Evidence) પર ઉભો હતો. પરંતુ સીએફએસએલ રિપોર્ટ આવ્યા બાદ હવે તે કડીઓને જોડવામાં મદદ કરશે. જેનાથી આ કેસને મજબૂતી સાથે કોર્ટમાં રાખી આફતાબને તેના અંજામ સુધી પહોંચાડી શકાશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube