India-China News: ચીનની દરેક ચાલનો મળશે વળતો જવાબ, LAC પર જવાનોની સંખ્યામાં વધારો
સેનાએ મોટી સંખ્યામાં જવાનોની તૈનાતી કરી દીધી છે. તેમની પાસે સર્વેલાન્સ ઉપકરણ અને ઘણા પ્રકારના રડાર પણ ઉપલબ્ધ છે, જેની મદદથી તે બોર્ડરની બીજીતરફ થતી તમામ ગતિવિધિઓથી વાકેફ રહે છે.
Trending Photos
નવી દિલ્હીઃ India-China Tension news: ભારત અને ચીન વચ્ચે 9 ડિસેમ્બરે તવાંગમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ ભારતીય સેના સતત એલર્ટ છે. ચીન સરહદ પર કોઈપણ પ્રકારના છમકલા ન કરી શકે કે માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર બુમલા પાસ પર વધારાના ભારતીય જવાનોની તૈનાતી કરી દેવામાં આવી છે. હકીકતમાં એવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે સરહદની બીજી તરફ ચીની સેના ઘણા નિર્માણ કરી રહ્યાં છે.
તવાંગમાં જે જગ્યા ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ટકરાવ થયો હતો. ત્યાંથી બુમલાનું અંતર આશરે 35 કિલોમીટર છે. એક રિપોર્ટ અનુસાર સેનાએ મોટી સંખ્યામાં જવાનોની તૈનાતી કરી છે. તેની પાસે સર્વેલાન્સ ઉપકરણ અને ઘણા પ્રકારના રડાર પણ ઉપલબ્ધ છે, જેની મદદથી તે બોર્ડરની બીજીતરફ થનાર દરેક ગતિવિધિઓની માહિતી મેળવી રહ્યાં છે.
અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં શુક્રવારે ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં બંને પક્ષના જવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી. આમને-સામનેના ક્ષેત્રમાં તૈનાત ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને વળતો જવાબ આપ્યો હતો. ઘર્ષણમાં ઈજાગ્રસ્ત ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈનિકોની સંખ્યા કરતા વધુ છે. તવાંગ સેક્ટરમાં યાંગ્ત્સેમાં ભારતીય અને ચીન વચ્ચે આમને-સામને થવા પર પીએલએના સૈનિક ભારતીય સેનાના ત્રણ એકમો સાથે ટકરાયા હતા, જે વિવિધ પેદલ સેના રેજિમોન્ટો સંબંધિત હતા. આ જવાનોએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાસ્થિતિને બદલવાના ચીનના પ્રયાસને નિષ્ફળ કરી દીધો હતો.
રક્ષામંત્રી રાજનાથ સિંહે આ ઘટનાની જાણકારી આપતા સંસદમાં કહ્યું હતું કે ભારતીય સેનાના જવાનોએ 9 ડિસેમ્બરે અરૂણાચલના તવાંગ સેક્ટરના યાંગ્ત્સે વિસ્તારમાં ચીની સેનાને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નું ઉલ્લંઘન કરતા બહાદુરીથી રોક્યા હતા. તેમણે કહ્યું- હું ગૃહને વિશ્વાસ અપાવવા ઈચ્છુ છું કે કોઈ ભારતીય સૈનિકનું મૃત્યુ થયું નથી કે કોઈ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા નથી. હું ગૃહને વિશ્વાસ અપાવું છું કે આપણી સેના દેશની પ્રાદેશિક અખંડતાનું રક્ષણ કરી રહી છે. આપણી સેના કોઈપણ અતિક્રમણનો સામનો કરવા માટે તૈયાર છે. મને વિશ્વાસ છે કે ગૃહ તેનું સમર્થન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે