રાઉરકેલા: બે મહિનાથી લોકડાઉન (Lockdown) પૂર્ણ થવાની રાહ જોઈ રહેલા પરપ્રાંતીયો (Migrant Workers) માટે વિલંબ પૂરો થવાનું નામ નથી લઇ રહ્યું. કેટલાક નસીબદાર હતા જે પગપાળા, બસો, ટ્રકો અથવા અન્ય માધ્યમથી પોતાના ઘરે પહોંચી ગયા. શ્રમિકોની દુર્દશા જોઇને સરકારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનું વિચાર્યું. તેનાથી શહેરમાં ફસાયેલા શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો હતો કે હવે પોતાના ઘરે પહોંચી જઈશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- એક્શનમાં કેન્દ્ર સરકાર! આર્થિક પેકેજને લઈને પીએમ મોદીએ મંત્રીઓને આપ્યો આદેશ


પરંતુ બેદરકારીની તો હદ હવે થઈ જ્યારે મુંબઇથી ઉત્તર પ્રદેશના ગોરખપુર જવા માટે ટ્રેન નીકળી પણ ઓડિશા પહોંચી ગઈ. મુંબઇથી ટ્રેનમાં બેસેલા તમામ લોકો આજે સવારે ઉઠી ઘરે જવા માટે તૈયાર થયા તો તેમણે પોતાની જાતેન ગોરખપુર નહીં, પરંતુ ઓડિશામાં જોયા.


આ પણ વાંચો:- ચીન સાથે તણાવ વચ્ચે લેહ પહોંચ્યા આર્મી ચીફ એમએમ નરવણે, અધિકારીઓ સાથે કરી વાતચીત


21 મેના મુંબઇના વસઈ સ્ટેશનથી ગોરખપુર (UP) માટે રવાના થયેલી ટ્રેન ઓડિશાના રાઉરકેલા પહોંચી ગઈ છે. રોષે ભરાયેલા યાત્રીઓએ જ્યારે રેલવે પાસેથી તેનો જવાબ માગ્યો તો ત્યાં હાજર અધિકારીઓ કહ્યું કે, ટ્રેનના ચાલકને થોડી ભૂલ થવાને કારણે રસ્તો ગુમાવ્યો હતો.


આ પણ વાંચો:- Covid-19: કોરોનાના કુલ મામલામાં 60% તો માત્ર આ 5 શહેરોથી, જાણો સંપૂર્ણ માહિતી


રેલવે અધિકારીઓએ કહ્યું કે, આ સમગ્ર મામલે ટ્રેન ચાલકની કોઈ ભૂલ નથી. ગંતવ્યમાં પરિવર્તન ડિઝાઇન દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, સવાલ હજી બાકી છે કે રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોને માર્ગમાં ફેરફાર વિશે કેમ કોઈ માહિતી આપવામાં આવી નથી? રેલ્વેએ આ કેસની તપાસ શરૂ કરી છે.


હાલ આ પ્રવાસી શ્રમિકોમાં મુંબઇ છોડ્યા બાદ ઓડિશામાં ફસાયા છે અને હજી પણ ઘરે જવા માટે રાહ જોઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube