રામલલાના હિમાયતી વરિષ્ઠ વકીલ પરાસરણનું ઘર હશે રામ મંદિર ટ્રસ્ટનું મુખ્યાલય
સુપ્રીમ કોર્ટમાં રામલલા વિરાજમાનની દલીલ કરનાર વરિષ્ઠ વકીલ પરાસરણનું આવાસ અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મુખ્યાલયના રૂપમાં ભારતના રાજપત્રમાં નોંધાઇ ગયું છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં રામલલ વિરાજમાનનો પક્ષ રાખનાર વરિષ્ઠ વકીલ કેશનવ અય્યંગાર પરાસરણની અધ્યક્ષતામાં આ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ ટ્રસ્ટની રચના 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ'ના નામથી કરવામાં આવી છે.
દેવતાઓના વકીલના નામથી પ્રખ્યાત 92 વર્ષીય કેશવન અય્યંગાર પરાસરણના આવાસ અને કાર્યાલયને અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસનું મુખ્યાલય બનાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં રામલલાનો કેસ જીતાડનાર વરિષ્ઠ વકીલ કેશવન અય્યંગાર પરાસરણના આવાસમાં કાર્યાલય પણ છે, જેનું સરનામું છે- R-20 ગ્રેટર કૈલાશ પાર્ટી-1, નવી દિલ્હી.
હવે પરાસરણનું આવાસ અને કાર્યાલય અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મુખ્યાલયના રૂપમાં ભારતના રાજપત્રમાં નોંધાઇ ગયું છે. પરંતુ પરાસરણ હજુ પણ પોતાના વધુ એક ગ્રાહક શ્રી અય્યપ્પા સ્વામી માટે દલીલોની તૈયારીમાં વ્યસ્ત છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસમાં કુલ 15 સભ્યો હશે, જેમાં 9 સ્થાયી હશે અને 6 અસ્થાયી હશે. આ ટ્રસ્ટ હવે અયોધ્યામાં 66 એકર જમીન પર રામ મંદિરનું નિર્માણ કરાવશે. આ સાથે ક્ષેત્રના વિકાસની યોજના બનાવીને તેને શરૂ કરાવવાની જવાબદારી પણ આ ટ્રસ્ટ પર હશે.
અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોના નામ જાહેર, આ લોકો પર હશે મંદિર નિર્માણની જવાબદારી
અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રને રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. ટ્રસ્ટના બાકી સભ્યોના નામની જાહેરાત કમિશનર કરવાના છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના રચનાના પ્રસ્તાવને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. આ પહેલા બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના રચનાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ અને તેના સંબંધિત વિષયો પર નિર્ણય લેવા માટે સંપૂર્ણ રૂપથી સ્વતંત્ર હશે.
તો રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની જાહેરાતની વિશ્વ હિન્દુ પરિષદે સ્વાગત કર્યું છે. વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, વિશ્વભરના હિન્દુઓ માટે આ આનંદનો સમય છે. રામ મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો, તે આદેશનું મોદી સરકારે પાલન અને પોતાના દાયિત્વોનું નિર્વહન કર્યું છે. તેમણે તે પણ અપીલ કરી કે હવે ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય જલદી શરૂ થાય.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube