નવી દિલ્હી: કાર્તિક મહિનાના શુક્લા પક્ષના પ્રસંગે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. ગોવર્ધનને ‘અન્નકૂટ પૂજા’ પણ કહેવામાં આવે છે. દિવાળીની આગલા દિવસે લોકો ઘરના આંગણમાં છાણથી ગોવર્ધન પર્વતનું ચિત્ર બનાવી ગોવર્ધન ભગવાનની પૂજા કરે છે અને પરિક્રમા કરે છે. આ દિવસે ભાગવાને અન્નકુટનો ભાગ લગાવી બધાને પ્રસાદ આપવામાં આવે છે. આ તહેવારમાં પ્રકૃતિની સાથે માનવનો સીધો સંબંધ જોવા મળે છે. શાસ્ત્રોના અનુસાર ગાય એટલી પવિત્ર હોય છે જેમ નદિઓમાં ગંગા. ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે. માટે ગૌ પ્રતિ શ્રદ્ધા પ્રકટ કરવા માટે કાર્તિંક શુક્લ પક્ષ પ્રસંગે ગોવર્ધનની પૂજા કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મહત્વ
ગોવર્ધન પર્વતની પૂજાના દિવસે ગાય-બળદની પૂજા કરવામાં આવે છે. આ પર્વને અન્નકુટના નામથી ઓળખવામાં પણ આવે છે. આ દિવસે બધા પ્રકારના શાકભાજી ભાગા કરી અન્નકુટ તૈયાર કરાવમાં આવે છે અને ભગવાનને ભોગ લગાવવામાં આવે છે. ત્યારબાદ પરિવારના લોકો સાથે બેસીને ભોજન ગ્રહણ કરતા હોય છે. માન્યતા છે કે અન્નકૂટ પર્વ ઉજવણીથી મનુષ્યને લાંબી ઉંમર અને આરોગ્યની પાપ્તિ થયા છે. એવું પણ કેહવામાં આવે છે કે આ પર્વના પ્રભાવથી દરિદ્રતાનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એવું માનવમાં આવી રહ્યું છે કે જો આ દિવસે કોઇ મનુષ્ય દુખી રહે છે તો આખુ વર્ષ તેના ઘરે દુ:ખ રહે છે. માટે ગોવર્ધનના દિવસે બધાએ ખુશ રહેવું જોઇએ.


ગોવર્ધન પૂજાના શુભ મહૂર્ત 
ગોવર્ધન પૂજાનું સવારનું મહૂર્ત: 08 નવેમ્બર 2018ની સવાર 06 વાગે 39 મિનિટથી 8 વાગે 52 મિનિટ સુધી
ગોવર્ધન પુજાનું સાંજનું મહૂર્ત: 08 નવેમ્બર 2018ની બપોર 03 વાગે 28 મિનિટથી 05 વાગે 41 મિનિટ સુધી


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...