નવી દિલ્હી : દિલ્હીમાં બિનકાયદેસર ફેક્ટ્રીઓ મુદ્દે આકરૂ વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે ગુરૂવારે (13 સપ્ટેમ્બર)ના રોજ કહ્યું કે, સંસદ કાયદો બનાવે છે અને જો લોક કાયદાનું ઉલ્લંઘન કરતા રહેશે તે દિલ્હીમાં કોઇ બચી નહી શકે. કોર્ટે તે સાથે જે દિલ્હીમાં ચાલી રહેલ બિનકાયદેસર ફેક્ટ્રીઓ બંધ કરવા માટેનો આદેશ આપ્યો હતો. કોર્ટે વિશ્વાસ નગરની ફેક્ટ્રી માલિકો દ્વારા રિલીફ માટે આવ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીલિંગ મુદ્દે કોર્ટે પણ કરી હતી ખેંચતાણ
અગાઉ ઉચ્ચ કોર્ટે સીલિંગ મુદ્દે દિલ્હીની સ્થાનિક નિગમો દ્વારા આંખ આડા કાન કરવા અને કોઇ દુર્ઘટના થાય તેની રાહ જોવાના વલણ માટે આકરી ઝાટકણી કાઢી હતી. સાથે જ દિલ્હી વિકાસ નિગમ પાસેથી નગરના માસ્ટર પ્લાન 2021માં પરિવર્તન કરવા માટે તેના પ્રસ્તાવો પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે ટાંક્યું કે લાગી રહ્યું છેકે દિલ્હી વિકાસ નિગમ કોઇ ખાસ દબાણ સામે ઝુકી રહ્યું છે. ન્યાયમૂર્તિ મદન બી લોકુર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની પીઠે કહ્યું કે, દિલ્હીમાં દરેક વ્યપ્તિ પોતાની આંક આડા કાન કરી રહ્યા છે અને કોઇ દુર્ઘટના થાય તેની રાહ જોઇ રહ્યા છે. 

સીલિંગના કારણે વેપારીઓને મોટી રાહત મળી હતી.
દિલ્હી વિકાસ નિગમે હાલમાં જ દુકાનો- રહેણાંક વિસ્તાર અને પરિસરમાં એફએઆર અને રહેણાંક વિસ્તારને બરાબર કરવા માટેનો પ્રસ્તાવ કર્યો છે. નિગમના આ પગલાથી સીલિંગના ખતરાનો સામનો કરી રહેલા વેપારીઓને પણ મોટી રાહત મળશે. પીઠે નિગમને સવાલ કર્યો કે, દિલ્હીમાં રહેનારા વેપારીઓને મોટા પ્રમાણમાં રાહત મળશે. પીઠે નિગમને સવાલ કર્યો કે દિલ્હીમાં રહેનારા જનતા અંગે તેઓ શું વિચારે છે ? પીઠે કહ્યું કે, તમારે જનતાનો પક્ષ પણ સાંભળવો પડશે. તમે માત્ર કેટલાક લોકોનું સાંભળો તે નહી ચાલે. કોર્ટે કહ્યું બિનકાયદેસર દબાણો મુદ્દે તમે લોકોનાં હિતોનું પણ ધ્યાન રાખી રહ્યા છો કે નહી ? પીઠે કાયદો અને શાસન વ્યવસ્થા જાળવી રાખવા માટે કહ્યું કે, દિલ્હીમાં કચરાની વ્યવસ્થા, પ્રદૂષણ અને પાર્કિજ જેવા અનેક મુદ્દાઓ છે.