Target Killing In Jammu And Kashmir: જમ્મુ કાશ્મીર પોલીસના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. એસઆઇની હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ આ ગુનાને અંજામ આપ્યો છે. મૃતદેહને જોયા બાદ અંદાજો લગાવી શકાય છે કે એસઆઇનું અપહરણ કરી વેરાન જગ્યા પર લઈ જવામાં આવ્યા, ત્યારબાદ ગોળી મારી હત્યા કરી મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો. જોકે, હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસનું કહેવું છું કે ઘટના સ્થળ પરથી પુરાવા મેળવવામાં આવી રહ્યા છે. મૃતક એસઆઇની ઓળખ ફારૂક અહમદ મીર પુત્ર અબ ગની મીર નિવાસી સંબુરા પંપોર તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે એસઆઇનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. ફારૂક વર્તમાનમાં લેથપોરામાં 23 બીએન આઇઆરપીમાં ઓએસઆઇ તરીકે તૈનાત હતા. શરૂઆતમાં હાર્ટ પાસે ગોળીના નિશાનનો એક ઘા મળી આવ્યો છે.


ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત, અગ્નિવીરોને CAPF- આસામ રાયફલ્સમાં મળશે 10 ટકા આરક્ષણ


જમ્મુ કાશ્મીરમાં હાઈબ્રિડ આતંકવાદી સુરક્ષા એજન્સીઓ માટે એક નવો પડકાર બનીને ઉભરી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં ટાર્ગેટ કિલિંગની 6 ઘટનાઓને હાઈબ્રિડ આતંકવાદીઓએ કાશ્મીરમાં અંજામ આપ્યો છે. આ આતંકવાદીઓની નવી રીત છે અને મોટાભાગના સભ્યો જે હાઈબ્રિડ આતંકવાદી હોવાનો દાવો કરે છે, તેઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છે.


આ કંપનીના કર્મચારીઓને બોસની ટીકા કરવી પડી ભારે, ગુમાવવી પડી નોકરી!


જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના ઇરાદા પર સુરક્ષાદળ સતત પાણી ફેરવી રહી છે. છેલ્લા થોડા દિવસોમાં સુરક્ષાદળોએ લશ્કરના 6 આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીરના કુલગામ એન્કાઉન્ટરમાં બેંક મેનેજર વિજય કુમારના હત્યારા પણ માર્યા ગયા છે. શોપિયામાં થયેલા એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓએ ઠાર માર્યા છે. બીજી મોટી સફળતા કુલગામમાંથી મળી. તો બીજી તરફ સુરક્ષાદળોએ કુજર વિસ્તારમાં એક આતંકીને ઘેરી લીધો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube