SpaceX Fired Employees: આ કંપનીના કર્મચારીઓને બોસની ટીકા કરવી પડી ભારે, ગુમાવવી પડી નોકરી!
SpaceX Fired Employees: કર્મચારીઓને નોકરીમાંથી તે દિવસે કાઢી મુકવામાં આવ્યા, જે દિવસે એલન મસ્કે ટ્વિટરના કર્મચારીઓ સાથે પહેલી વખત વાત કરી હતી. હાલમાં જ ટેસ્લાએ 44 અબજ ડોલરની ઓફર કરી ટ્વિટરને ખરીદવાની ડિલ કરી હતી. એલન મસ્ક ટ્વિટર પોલિસીના પણ ઘોર ટીકાકાર રહ્યા છે. ખાસ કરીને ફેક એકાઉન્ટને લઇને...
Trending Photos
SpaceX Fired Employees: કોર્પોરેટ વર્લ્ડમાં એક વાત કહેવામાં આવે છે- બોસ ઇઝ ઓલવેઝ રાઈટ! એટલે કે કર્મચારીઓને બોસ જે પણ કહે, તે હંમેશા સાચું હોય છે. જો તમે તેમની ટીકા કરો છો તો તેનું પરિણામ સારું નથી આવતું. આવું જ થયું રોકેટ શિપ બનાવતી એક કંપની SpaceX સાથે. જ્યારે તેના કેટલાક કર્મચારીઓએ ખુલ્લો પત્ર લખી પોતાના બોસની ટીકા કરી, તો તેમને નોકરી ગુમાવવી પડી.
હવે તમે વિચારી રહ્યા હશો કે આ કયો બોસ છે? અહીં તમને જણાવી દઈએ કે, અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની. જે ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની Tesla ના ફાઉન્ડર છે અને સ્પેસએક્સ તેમની કંપની છે. આખરે શું છે આ સમગ્ર મામલો...
સ્પેસએકસના ઇમેલથી થયો ખુલાસો
ખરેખર આ સમગ્ર મામલાનો ખુલાસો થયો સ્પેસએક્સના પ્રેસિડેન્ટ Gwyne Shotwell ના એક ઇ-મેઇલથી. ન્યુયોર્ક ટાઈમ્સે આ વિશે સૌથી પહેલા સમાચાર આપ્યા હતા કે આ ઇ-મેઇલમાં તે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાનો ઉલ્લેખ છે, જેમણે એલન મસ્કના આચરણની ટીકા વાળો ખુલ્લો પત્ર લખ્યો હતો. જો કે, કેટલા કર્મચારીઓએ નોકરી ગુમાવી તેનો ખુલાસો થઈ શક્યો નથી.
એલન મસ્કના ટ્વીટ બન્યા કારણ
કર્મચારીઓના ઓપન લેટરમાં એલન મસ્કના કેટલાક ટ્વીટની ટીકા કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, આ ટ્વીટના કારણે કંપનીની છબી ખરાબ થઈ છે. તેને લઇને પ્રેસિડેન્ટ શોટવેલે જે ઇ-મેઇલ મોકલ્યો છે, તેમાં એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે કંપનીને તેમના બોસની ટીકા ઉશ્કેરણીજનક લાગી અને તેમને લાગે છે કે કર્મચારીઓએ તેમની લાઈન ક્રોસ કરી છે.
કર્મચારીઓને નોકરીમાંથી તે દિવસે કાઢી મુકવામાં આવ્યા, જે દિવસે એલન મસ્કે ટ્વિટરના કર્મચારીઓ સાથે પહેલી વખત વાત કરી હતી. હાલમાં જ ટેસ્લાએ 44 અબજ ડોલરની ઓફર કરી ટ્વિટરને ખરીદવાની ડિલ કરી હતી. એલન મસ્ક ટ્વિટર પોલિસીના પણ ઘોર ટીકાકાર રહ્યા છે. ખાસ કરીને ફેક એકાઉન્ટને લઇને.
ટ્વીટથી મુશ્કેલી વધી
જોકે, એલન મસ્કના ટ્વીટ તેમના માટે વધુ મુશ્કેલીના કારણો છે. હાલમાં એક વ્યક્તિએ ડોજકોઈનને લઇને એલન મસ્કના ટ્વીટ કરવાને લઇને તેમની પાસે 258 અબજ ડોલરનું નુકસાન માંગ્યું છે. મેનહેટનની ફેડરલ કોર્ટમાં કીથ જોનસન નામના એક વ્યક્તિએ ડેજકોઈનમાં રોકાણથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે અરજી દાખલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે