નવી દિલ્હી: દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર  કહેવાતા ચિયાચિન ગ્લેશિયરમાં આવેલા બરફના તોફાનમાં 8 જવાનો દટાઈ ગયા હતાં જેમાંથી 7ને બહાર કઢાયા અને તેમને નજીકની સેના હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે સારવાર દરમિયાન 4 જવાનોના મોત થયાં. આ દુર્ઘટનામાં 2 પોર્ટરોના પણ મોત થયા છે. અહેવાલો મુજબ આ અત્યંત કપરા ગણાતા વિસ્તારમાં આજે બપોરે 3.30 વાગે બરફનું તોફાન આવ્યું હતું. જેમાં પેટ્રોલિયમ ટીમના 8 જવાનો ફસાઈ ગયા હતાં. જવાનોને બચાવવા માટે સેનાએ તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.  બરફનું આ ભીષણ તોફાન નોર્ધન ગ્લેશિયરમાં આવ્યું છે. જ્યાં ઊંચાઈ લગભગ 18000 ફૂટ અને તેનાથી પણ વધુ છે. જે જવાનોએ આ તોફાનનો સામનો કરવો પડ્યો છે તેઓ પેટ્રોલિંગ પાર્ટીનો ભાગ હતાં. તેમાં 8 જવાનો હતાં. બરફનું તોફાન આવ્યું તો તેઓ ત્યારે નોર્ધન ગ્લેશિયરમાં હાજર હતાં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube