ભાવનગર: જીવનની અનિશ્ચિતતાઓનો વધુ એક તાજો દાખલો એટલે મંગળવારે મધ્યપ્રદેશમાં ઘટેલી બસ દુર્ઘટના. મંગળવારે મધ્યપ્રદેશના સીધી નજીક એક પ્રવાસી બસ નહેરમાં પડી જતા કરુણાંતિકા સર્જાઈ છે. આ દુઃખદ ઘટનામાં 50 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બસમાં લગભગ 60 લોકો સવાર હતા. જેમાંથી 7 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે હજુ પણ રેસ્ક્યૂ વર્ક ચાલુ છે. બસ સિધીથી સતના જઈ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લે મળતી માહિતી મુજબ બસમાં અનેક વિદ્યાર્થીઓ સવાર હતા. જે આરઆરબી એનટીપીસીની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામ હોવાના કારણે પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓને પહોંચવામાં મોડું થતું હતું એટલે ડ્રાઈવરે બીજા રસ્તે બસ હંકારી. આ દરમિયાન બસ બાણસાગર નહેરમાં ખાબકી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 5-5 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.

CM KCR ના બર્થડે પર મંદિરમાં ચઢાવવામાં આવી 2.5 કિલો સોનાની સાડી, કરોડોમાં છે કિંમત


શ્રી હનુમાજીની સાંત્વના રૂપે આ તમામ મૃતકોના પરિવારજનોને રૂ. 5 હજારની તત્કાલ સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુએ મોકલવા જણાવ્યું છે. આ સહાયતાની કુલ રૂપિયા રાશિ બે લાખ ચાલીસ હાજર થાય છે. મધ્યપ્રદેશ સ્થિત રામકથાના શ્રોતઓ દ્વારા આ રાશિ વિતરિત કરવામાં આવશે.

Farmers Protest: ભાજપે શોધી કાઢ્યો રાકેશ ટિકૈતનો તોડ? અમિત શાહએ બનાવ્યો આ ખાસ પ્લાન


અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તામિલનાડુના વિરુદનગરમાં ફટાકડાના કારખાનામાં આગ લગતા 17 લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા તેમને પણ આ જ પ્રકારે સહાયતા પહોંચતી કરવામાં આવી રહી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી તેમના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube