ચંદીગઢઃ પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કેસમાં પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યાકાંડમાં 8 લોકોની એસઆઈટીએ ધરપકડ કરી છે. આ બધા પર આરોપછે કે તેણે શૂટર્સની રેકી અને લોજિસ્ટિક સપોર્ટ પ્રોવાઇડ કર્યો હતો. તો ધરપકડ કરાયેલા લોકોમાંથી એકે શૂટર્સને મૂસેવાલાની તમામ જાણકારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેકડે ઉર્ફે સંદીપ તે વ્યક્તિ છે જેણે સિંગરના ઘરની બહાર ચા પીધા બાદ તેની સાથે સેલ્ફી લીધી હતી. કેકડે પર આરોપ છે કે તેણે શૂટર્સને સિંગર મૂસેવાલાના ઘરેથી નિકળવાની જાણકારી આપી હતી. 


તો એસઆઈટીએ ધરપકડ કરેલા લોકોની ઓળખ હરિયાણાના સિરસાના સંદીપ સિંહ ઉર્ફે કેકડા, બઠિંડાના મનપ્રીત સિંહ ઉર્ફે મુન્ના, ફરીદકોટના મનપ્રીત ભાઉ, અમૃતસરના સરજ મિંટૂ, હરિયાણાના પ્રભદીપ સિંદ્ધુ, હરિયાણાના સોનીપતના મોનૂ ડાગર, પવન બિશ્નોઈ અને નસીબના રૂપમાં થઈ છે. પવન બિશ્નોઈ અને નસીબ બંને હરિયાણાના ફતેહાબાદના રહેવાસી છે, પોલીસે ઘટનામાં સામેલ ચાર શૂટરોની પણ ઓળખ કરી લીધી છે. 


આ પણ વાંચોઃ Karnataka Hijab Row: હિજાબ પ્રતિબંધનો વિરોધ કરવા પર કોલેજે 24 વિદ્યાર્થિનીઓને કરી સસ્પેન્ડ


ધરપકડ કરાયેલા વ્યક્તિઓ વિશે માહિતી આપતા ADGP એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ પ્રમોદ બાને મંગળવારે કહ્યું કે સંદીપ ઉર્ફે કેકડાએ ગોલ્ડી બરાર અને સચિન થાપનના નિર્દેશ પર ખુદને મૂસેવાલાનો ફેન ગણાવી સિંગરની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. તેમણે કહ્યું કે કેકડાએ ગાયકની હત્યાની થોડી મિનિટો પહેલાં તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. ADGP એ કહ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક કેકડાએ તમામ બાકી શૂટર્સને મૂસેવાલાની માહિતી આપી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV