નવી દિલ્હીઃ પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલીસ આરોપીઓને ઝડપી લેવા માટે સતત તપાસ કરી રહી છે. આ વચ્ચે પોલીસ તપાસમાં સામે આવ્યું કે સિંગરની હત્યામાં સામેલ બે શાર્પ શૂટર સોનીપતમાં રહે છે. બંને આરોપીઓ પોતાના ઘરેથી ફરાર છે. તેના પર કેસ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આરોપીઓને ઝડપવા માટે સતત દરોડા પાડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સોનીપતના પ્રિયવ્રત ફૌજી અને અંકિત સેરસા જાટી પણ સામેલ છે. પ્રિયવ્રત ફૌજી સિસાના ગડીનો રહેવાસી છે. તો અંકિત સોનીપતમાં રહે છે. અંકિતની પોલીસ પાસે કોઈ ક્રાઇમ હિસ્ટ્રી નથી. તો પ્રિયવ્રત પર બે હત્યાના કેસ સહિત અન્ય કેસ નોંધાયેલા છે. 


પ્રાપ્ત માહિતી પ્રમાણે ગેંગસ્ટર બિટ્ટૂ બરોણાના પિતાની પાછલા વર્ષે માર્ચ મહિનામાં સોનીપતમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડમાં પ્રિયવ્રત ફૌજી સામેલ હતો. તે રામકરણ ગેંગનો શાર્પ શૂટર પણ રહ્યો છે. બંને ગુનેગારો કોના કહેવાથી મૂસેવાલાની હત્યામાં  સામેલ થયા હતા, તેની પોલીસ તપાસ કરી રહી છે. બંને આપોપીઓ ફરાર છે. પોલીસ તેના પરિવારજનો પાસેથી બંનેના સ્થળ વિશે સતત પૂછપરછ કરી રહી છે. 


આ પણ વાંચોઃ Sidhu Musewala: ચંદીગઢમાં આજે અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર, સીબીઆઈ તપાસની કરશે માંગ


નોંધનીય છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં ગેંગસ્ટર બિશ્નોઈનું નામ સામે આવી રહ્યું છે. લોરેન્સ બિશ્નોઈ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. કેનેડામાં રહેતા ગોલ્ડી બરાડે સિંગરની હત્યાની જવાબદારી સોશિયલ મીડિયા પર લીધી હતી. આ મામલામાં બીજી ગેંગ પણ સામેલ હોવાની આશંકા છે. તો માનવામાં આવી રહ્યું છે કે આ હત્યાકાંડનો બદલો લેવા બીજી ગેંગ પલટવાર કરી શકે છે. આ બધુ જોતા પોલીસ પણ ગેંગવોરને ખતમ કરવાના પ્રયાસમાં લાગી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube