પટણા: બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે થયેલી ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. જેમાં તેજસ્વી યાદવની આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધનને જીત મળતી જોવા મળી રહી છે. બિહાર ચૂંટણીના પરિણામને લઈને શિવસેના ખુબ ઉત્સાહિત છે અને પોતાના મુખપત્ર સામનામાં તેજસ્વી યાદવની જીતની ભવિષ્યવાણી કરતા તેની સરખામણી જો બાઈડેન સાથે કરી નાખી. આ સાથે જ શિવસેનાએ પીએમ નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપર પણ નિશાન સાધ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bihar Election Results 2020 LIVE: ટ્રેન્ડમાં મહાગઠબંધન ખુબ આગળ, જાણો શું છે સ્થિતિ


તેજસ્વી અને બાઈડેન!...અટલ સત્તાંતર
શિવસેનાએ સામનામાં તેજસ્વી અને બાઈડેન!...અટલ સત્તાંતર મથાળા હેઠળ લખેલા લેખમાં કહ્યું કે સત્તાંતરનો પ્રસવકાળ પૂરો થઈ ચૂક્યો છે. હિન્દુસ્તાનના બિહારમાં પણ તે જ પ્રકારે સત્તાંતર થવાના સ્પષ્ટ લક્ષણો જોવા મળી રહ્યા છે. જે રીતે અમેરિકામાં થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર જેવા અન્ય નેતા યુવા તેજસ્વી યાદવ સામે ટકી શક્યા નહીં. જૂઠ્ઠાણાના બલૂન  હવામાં છોડવામાં આવ્યા તે હવામાં જ ગાયબ થઈ ગયા. 


પીએમ મોદી અને નીતિશકુમાર પર નિશાન
શિવસેનાએ વધુમાં લખ્યું કે બિહારની ચૂંટણીને લોકોએ પોતાના  હાથમાં લઈ લીધી અને પીએમ મોદી સહિત નીતિશકુમાર આગળ ઘૂંટણિયા ટેકી શક્યા નહીં. તેજસ્વી યાદવની સભામાં જનસાગર ઉમડતો હતો જ્યારે પીએમ મોદી અને નીતિશકુમાર જેવા નેતાઓ નિર્જીવ માટલા સમક્ષ ગળા ફાડી રહ્યા હતા. એવી તસવીરો દેશે જોઈ છે. બિહારમાં ફરીથી જંગલરાજ આવશે એવો ડર પણ દેખાડવામાં આવ્યો. પરંતુ લોકોએ સ્પષ્ટ કરી દીધુ કે પહેલા તમે જાઓ, જંગલરાજ આવશે તો પણ અમે પહોંચી વળશું!


bypoll Results 2020 LIVE: UP-MP સહિત 11 રાજ્યોની 58 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના આજે પરિણામ, મતગણતરી શરૂ


જો બાઈડેન અને તેજસ્વીનો સંઘર્ષ
શિવસેનાએ અમેરિકાની સાથે બિહારની જનતાનું પણ અભિવાદન કર્યું. સંપાદકીયમાં લખ્યું કે અમેરિકા અને બિહારની જનતાનો જેટલો અભિનંદન કરવામાં આવે તેટલો ઓછો છે. જનતા જ શ્રેષ્ઠ અને સર્વશક્તિમાન છે. જો બાઈડેન અને તેજસ્વી યાદવનો સંઘર્ષ અન્યાય, અસત્ય અને ઢોંગશાહી વિરુદ્ધ હતો અને તે સફળ થઈ રહ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube