Signs of divine powers for future bad events: શું તમે ક્યારેય મહેસૂસ કર્યું છે કે અનેકવાર આપણને ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓનો આભાસ પહેલેથી થવા લાગે છે. દૈવી શક્તિઓ આપણને તે ઘટનાના પહેલેથી કેટલાક સંકેત આપવા લાગે છે. જેમને આપણે ઓળખી શકતા નથી. એવું કહેવાય છે કે જો આપણે કુદરતના તે સંકેતોને ઓળખી લઈએ તો અનેક અનહોનીથી આપણી જાતને અને પરિવારને બચાવી શકીએ છીએ. આજે અમે તમને એવા જ 4 સંકેતો વિશે જણાવીએ જે આપણને આવનારી ઘટનાઓ અંગે સાવચેત કરતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસ્તામાં પીંછા દેખાય
જો તમને રસ્તામાં અવારનવાર ક્યાંકને ક્યાંક પીંછા વિખરાયેલા જોવા મળે તો એ વાતનો સંકેત હોય છે કે તમારી સાથે અદ્રશ્ય શક્તિ સાથે રહે છે. આ નજરે ન ચડતી સકારાત્મક શક્તિ છે જે મુશ્કેલ સમયમાં તમારી મદદ કરે છે. તમે સંકટની સ્થિતિમાં તે શક્તિ પાસે મદદની પ્રાર્થના કરી શકો છો. 


ખાસ અંકો જોવા મળે
જ્યોતિષ વિદ્યામાં કેટલાક અંકોને ખુબ જ ખાસ માનવામાં આવ્યા છે. તેમાંથી બે અંક 3 અને 8 છે. એવું કહેવાય છે કે જો કોઈને વારંવાર આ અંક જોવા મળે તો તે એ વાતનો સંકેત છે કે  કોઈ દૈવી શક્તિ સતત તમારી સાથે છે અને તે તમારા સુધી કોઈ વાત પહોંચાડવા માંગે છે. વારંવાર ડબલ નંબર્સ નજરે ચડે ે પણ એ વાતનું સૂચક છે. 


3 રાશિવાળા સાવધાન..થોડા દિવસ બાદ બનશે 'વિષ યોગ', ઉપાધિના પોટલા આવશે!


ચંદ્રગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ, કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર, કોણે રહેવું પડશે સતર્ક


જલદી ચમકશે આ 4 રાશિનું ભાગ્ય, 1 વર્ષ બાદ સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ ફાયદો કરાવશે


તંત્રિકા તંત્રમાં કંપન મહેસૂસ થાય
આપણા શરીરના કેન્દ્રીય બિન્દુ સોલર પ્લેક્સસ ચક્ર હોય છે. તે આપણા તંત્રિકા તંત્રનો એ હિસ્સો છે જ્યાંથી આપણા શરીરના અંગોને મસ્તિક તરફથી સંદેશા મોકલાય છે અને આ સાથે જ તે અંગોના સંદેશ રિસીવ થઈ શકે છે. જો તમને આ સ્થાન પર વારંવાર કઈક મહેસૂસ થઈ રહ્યું હોય કે તમને ચિંતા રહેવા લાગી હોય તો તેનો અર્થ એ છે કે દૈવી શક્તિ તમને કશું કહેવાની કોશિશ કરે છે. આવામાં સમજી જાઓ કે અદ્રશ્ય શક્તિ તમને કઈક કહેવાની કોશિશ કરે છે. 


કાનમાં ગણગણાટનો અવાજ
જો તમને વારંવાર એવું મહેસૂસ થતું હોય કે કોઈ તમને કઈ કહેવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ તમને આસપાસ કશું નજરે ન ચડતું હોય તો તેનો અર્થ એ થયો કે દૈવી શક્તિઓ તમને કશું કહેવાની કોશિશ કરે છે. તે તમારા ભલાની વાત પણ હોઈ શકે અને નુકસાનની વાત પણ હોઈ શકે. આથી એવું મહેસૂસ થતું હોય તો તરત સતર્ક થઈ જાઓ. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube