નવી દિલ્હી: સિક્કિમમાં વિધાનસભાની 32 સીટો માટે 11 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થયું. અહીં મુખ્ય મુકાબલો બંને ક્ષેત્રીય પક્ષો વચ્ચે છે. અહીં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (SDF)ના પવન કુમાર ચામલિંગ વર્ષ 1994થી સતત મુખ્યમંત્રી છે. આ વખતે તેમનો મુકાબલો તેમની જ પાર્ટીથી અલગ થઇને અલગ પાર્ટી બનાવનાર સિક્કિમ ક્રાતિકારી મોરચા (SKF)ના પ્રેમ સિંહ તમાંગ સાથે છે. બંને જ પાર્ટીઓએ રાજ્યની 32 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (એસડીએફ)એ 22 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી પરિણામ 2019, પરિણામ અને ટ્રેન્ડ, જૂઓ LIVE અપડેટ | LIVE TV | મત ગણતરી લાઇવ અપડેટ્સ


રસપ્રદ વાત એ છે કે 1979 બાદ અત્યાર સુધી સિક્કિમની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને રાષ્ટ્રીય પક્ષોને સત્તામાં બિરાજમાન થવાની તક નહી મળી શકે. જોકે 1984માં કોંગ્રેસને ફક્ત 13 દિવસ સત્તામાં રહેવાની તક મળી હતી. ત્યારબાદ કોંગ્રેસ વાપસી કરી શકશે નહી. જ્યારે ભાજપ સિક્કિમ સંગ્રામ પરિષદનો ભાગ બનીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.