કમલાક્ષ ભટ્ટાચાર્ય, કોલકાતા: દેશમાં CAA લાગુ થયા બાદ દેશમાં રહેતા ગેરકાયદેસર અપ્રવાસી બાંગ્લાદેશી ઘૂસણખોરો હવે ભારત છોડીને ગુપ્ત રસ્તે પલાયન કરવાની ફિરાકમાં છે. હાલ અત્યાર સુધી લગભગ હજારોની સંખ્યામાં પકડાયેલા આ અપ્રવાસી બાંગ્લાદેશી, પશ્ચિમ બંગાળના જિલ્લા ઉત્તર 24 પરગણાના બોનગાવ સાથે જોડાયેલી પેટ્રાપોલ બોર્ડરથી પલાયન કરી રહ્યાં હતાં. જેમાં બાળકો, વૃદ્ધો, સહિત મહિલાઓ પણ સામેલ છે. મોટાભાગના બાંગ્લાદેશી દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ ભારતથી પલાયન કરીને ચોરી છૂપે બાંગ્લાદેશ ભાગી રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ હવે સીમા સુરક્ષાદળે તેમને પકડીને પોલીસને સોંપી દીધા છે. હવે તેમના પર કેસ ચાલી રહ્યો છે અને પછી બંગાળની જેલોમાં મોકલવામાં આવી રહ્યાં છે. ZEE મીડિયાએ જ્યારે બોર્ડર પાર કરનારા લિંકમેન સાથે વાત કરી તો ખબર પડી કે છેલ્લા 3 મહિનામાં 10 હજારથી 12 હજાર અપ્રવાસી ઘૂસણખોર બાંગ્લાદેશી ભારત છોડીને પલાયન કરી ચૂક્યા છે. આ બધા પેટ્રાપોલે, બશીરહાટ, ભૂજા ડાંગા અને અંગ્રેલ  બોર્ડરથી ચોરી છૂપે બોર્ડર પાર કરે છે. એક ઘૂસણખોરને બોર્ડર પાર કરવાની કિંમત 5000થી 6000 રૂપિયા છે. કેરળ, બેંગ્લુરુ, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત અને રાજ્યોથી ઘૂસણખોર બાંગ્લાદેશીઓ પાછા બાંગ્લાદેશ જવા માટે પલાયન કરીને અહીં આવે છે.


કાશ્મીર પર ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફર, ભારતનો જવાબ- તેનો કોઈ અવકાશ નથી


મોટાભાગના ઘૂસણખોરો રોજીરોટીની શોધમાં બાંગ્લાદેશમાંથી ભારત આવ્યાં હતાં જેવું દેશમાં CAA લાગુ થયું કે તેમને ખબર પડી ગઈ  કે હવે બાંગ્લાદેશ પાછા ફર્યા સિવાય તેમની પાસે કોઈ ઉપાય નથી. પકડાયેલા ઘૂસણખોરોમાં બાંગ્લાદેશ બાગેરહાટ જિલ્લામાં રહેતા 'શમીમ'એ જણાવ્યું કે બેંગ્લોરથી લગભગ 100 લોકો અમે બાંગ્લાદેશ પાછા ફરવા માટે 5 દિવસ પહેલા નીકળ્યા અને પછી પકડાઈ ગયા. અમે બધા કચરો ઉઠાવવાનું કામ કકરતા હતા અને તેનાથી અમે મહિને 10 હજારથી 15 હજાર રૂપિયા કમાઈ લેતા હતાં. અમને કહેવાયું કે પાછા ફરતા જો અમે પકડાયા તો અમને વર્ષો જેલમાં રહેવું પડશે. 


કાશમીર માટે સરકારે ખોલ્યો ખજાનો, 80 હજાર કરોડના પેકેજની જાહેરાત


શું કહે છે જાણકાર
બોનગાવ કોર્ટના પબ્લિક પ્રોસિક્યુટર સમીર દસે જણાવ્યું કે લગભગ 500થી વધુ અપ્રવાસી ઘૂસણખોર બાંગ્લાદેશીઓને BSFએ છેલ્લા ત્રણ મહિનામાં પકડીને પોલીસને સોંપી દીધા. તેમની પાસે ન તો કોઈ પાસપોર્ટ નથી કે કોઈ દસ્તાવેજ નથી. તેમના પર ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવાનો કેસ કરીને કોલકાતાના પ્રેસીડેન્સી જેલ કે ડમડમ સેન્ટ્રલ જેલ મોકલવામાં આવી રહ્યાં છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. 6 મહિનાની જેલ અને દંડ બાદ તેમને બાંગ્લાદેશ સરકાર દ્વારા પાછા મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. બાંગ્લાદેશ સરકાર પૂરેપૂરુ નામ અને સરનામુ લઈને જ્યાં સુધી બાંગ્લાદેશ સરકાર પૂરેપૂરી રીતે ખાતરી ન કરી લે અને સમગ્ર કાર્યવાહી કર્યા બાદ જ તેમને પાછા લે છે. 


જુઓ LIVE TV


Gaganyaan Mission: 'ગગનયાન' પહેલા અવકાશમાં મહિલા રોબોટ મોકલશે ISRO, જુઓ પહેલી ઝલક


દેશમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ગેરકાયદેસર રીતે અપ્રવાસી ઘૂસણખોર બાંગ્લાદેશીઓ ભારતમાં દાખલ થાય છે તો તેમને રોકવા માટે CAA એક માત્ર રસ્તો છે? આ બાજુ તૃણમૂલ કોંગ્રેસના બોનગાવ મ્યુનિસિપાલટીના ચેરમેન શંકર અદ્ધયાનું કહેવું છે કે ભાજપ અને તેમના કાર્યકરો જે રીતે બંગાળીઓનું પોતાના રાજ્યમાં ઉત્પીડન કરી રહ્યાં છે જો તેઓ બંગાળી છે તો બાંગ્લાદેશી છે એમ કહીને લોકોને ત્યાંથી ભાગવા પર મજબુર કરી રહ્યાં છે, અને જ્યાં સુધી અપ્રવાસી ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો સવાલ છે તો પ્રશાસન તેના પર લાંબા સમયથી નજર રાખી રહ્યાં છે તેઓ તેમના પર કાયદેસર કાર્યવાહી કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...