Corona Latest Update: મળ્યા રાહતના સમાચાર!, જાણો દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કોરોના (Corona Virus) ના કેસમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 53,601 દર્દીઓ નોંધાયા છે. આ સાથે 15,83,490 લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે હાલ 6,39,929 લોકો સારવાર હેઠળ છે.
નવી દિલ્હી: કોરોના (Corona Virus) ના કેસમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 53,601 દર્દીઓ નોંધાયા છે. આ સાથે 15,83,490 લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે હાલ 6,39,929 લોકો સારવાર હેઠળ છે.
રિવાબા સાથે ઘર્ષણ બાદ મહિલા હેડ કોન્સ્ટેબલની તબિયત લથડી, સારવાર માટે ખસેડાયા
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ એક જ દિવસમાં 871 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 45,257 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ ભારતમાં હાલ એક્ટિવ કેસની ટકાવારી 28.21% છે જ્યારે રિકવરી રેટ વધીને 69.80% થયો છે અને ડેથરેટ 1.99% છે.
ગધેડીના દૂધની ડેરી, ભાવ 1 લિટરના 7000 રૂપિયા..., તેના ફાયદા જાણીને તરત લેવા દોડશો
તાજા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148042 છે. જ્યારે 358421 લોકોએ કોરોનાને માત આપી છે અને 18050 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ગઈ કાલે 1056 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1138 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube