લખનઉ: હાથરસ કેસ (Hathras Case) માં પીડિતાના પરિવારજનોના નિવેદન નોંધવા માટે SITની ટીમ ત્યાં પહોંચી છે. હાથરસ (Hathras) માં યુવતી સાથે આચરવામાં આવેલી હેવાનિયત પર દેશવાસીઓનો ગુસ્સો ફાટ્યો છે. આ બધા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ના નેતૃત્વવાળી સરકારે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરાવવા માટે સીબીઆઈ(CBI) તપાસની ભલામણ કેન્દ્રને કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hathras Case માં નવો વળાંક, પીડિત પરિવાર Narco Test કરાવવા માટે તૈયાર નથી


પીડિતાના પરિજનોના નિવેદનો નોંધવા માટે પહોંચી ટીમ
મીડિયા સાથે વાત કરતા એસઆઈટી પ્રમુખે કહ્યું કે પરિજનોના આગ્રહ પર તેઓ નિવેદન લેવા આવ્યા છે. આ કેસમાં પીડિતાના માતા અને બે ભાઈઓના નિવોદનો લેવાઈ ગયા છે. કેટલાક સભ્યોના નિવેદનો લેવાના બાકી છે. એસઆઈટીની ટીમ સાથે એક એમ્બ્યુલન્સ પર ગામ પહોંચી છે. 


AIIMSનો રિપોર્ટ કહે છે 'સુશાંતે કરી હતી આત્મહત્યા', છતાં આ સવાલો તો હજુ પણ ઠેરના ઠેર


SIT સાત દિવસમાં પૂરી કરશે તપાસ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે SIT તપાસના આદેશ આપ્યા હતાં અને કહ્યું હતું કે તેઓ હાથરસ કેસની પ્રાથમિક તપાસ સાત દિવસમાં પૂરી કરે. SITની જ પ્રાથમિક તપાસ રિપોર્ટના આધારે હાથરસના એસપી વિક્રાંત વીર સિંહ, ક્ષેત્રાધિકારી (CO) રામ શબ્દ, ઈન્સ્પેક્ટર દિનેશકુમાર વર્મા, સબ ઈન્સ્પેક્ટર જગવીર સિંહ, અને હેડ મોહર્રિર મહેશ પાલને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. હવે વિનિત જયસ્વાલને હાથરસના એસપી બનાવવામાં આવ્યા છે. 


સવર્ણોની મહાપંચાયત શરૂ
આ બાજુ રાજકીય ગરમાવા વચ્ચે હાથરસમાં આરોપી પક્ષના સમર્થનમાં મહાપંચાયત શરૂ થઈ ગઈ છે. સેંકડોની સંખ્યામાં પંચાયતમાં હાજર લોકોમાં સરકારની એકતરફી કાર્યવાહીને લઈને નારાજગી છે. લોકોનું કહેવું છે કે પરસ્પર થયેલા ઝઘડામાં મોતના મામલાને જાણી જોઈને અન્ય રંગ આપી દેવાયો છે. આરોપી પરિવારોના કેટલાક છોકરાઓની ધરપકડ કરીને તેમના ઉપર કેટલાક કેસ લાદી દેવાયા છે. પરંતુ તેમની વાત સાંભળવા કોઈ રાજી નથી. 


દેશની આ 5 જગ્યાઓ છે અત્યંત મનમોહક, રમણીય છતાં જવા પર પ્રતિબંધ, લેવી પડે 'ખાસ મંજૂરી'


સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે પહોંચશે ગામ
કોંગ્રેસ બાદ હવે સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિમંડળ પણ આજે પીડિત પરિવારને મળવા ગામ પહોંચી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ પ્રતિનિધિમંડળમાં પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ સહિત ધર્મેન્દ્ર યાદવ, અક્ષય યાદવ, રામજીલાલ સુમન, અતુલ પ્રધાન સામેલ થશે. યમુના એક્સપ્રેસ વે દ્વારા આ નેતાઓ હાથરસ પહોંચશે. આ બાજુ આજે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર પણ હાથરસ પહોંચે તેવી સૂચના છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube