ફરી બગડશે હવામાન, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ અને હિમવર્ષા, એલર્ટ જાહેર
દેશના હવામાન સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. સ્કાઇમેટના અનુસાર હરિયાણા અને તેને અડીને આવેલા ભાગો પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલુ છે, જેના લીધે હવામાનમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે
નવી દિલ્હી: દેશના હવામાન સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. સ્કાઇમેટના અનુસાર હરિયાણા અને તેને અડીને આવેલા ભાગો પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલુ છે, જેના લીધે હવામાનમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં હવામાનને લઇને ચેતાવણી જાહેર કરી છે.
આઇએમડીના અનુસાર આજે અને કાલે હિમાચલમ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાએ મેદાની વિસ્તારો ઉના, બિલાસપુર, હમીરપુર અને કાંગડા માટે યલો અને મધ્ય-ઉચ્ચ પર્વતીય વિસ્તારો સિમલા, સોલન, સિરમૌન, મંડી, કુલ્લૂ, ચંબા, કિન્નૌર તથા લાહૌલ સ્પીતિ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ભારે વરસાદ, હિમવર્ષા, કરા, આંધી અને ગાજવીજની ચેતાવણી આપી છે. બે એપ્રિલ સુધી પ્રદેશમાં હવામાન ખરાબ રહેવાની પૂર્વાનુમાન છે.
સ્કાઇમેટે જાહેર કરી ચેતાવણી
જ્યારે સ્કાઇમેટના અનુસાર 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદના અણસાર છે. એક-બે જગ્યાએ હિમવર્ષાની સંભાવના છે. આ દરમિયાન પંજાબ અને હરિયાણાના ઉત્તરી વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ જોવા મળી શકે છે. દિલ્હી-એનસીઆરમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે.
દિલ્હી- NCR માં વધશે તાપમાન
ત્યારબાદ ઉત્તરી મેદાની વિસ્તારોમાં હવામાન શુષક રહેશે. સાથે જ તાપમાન વધવા લાગશે. આશા છે કે દિલ્હી-NCR માં અધિકત્તમ તાપમાન સપ્તાહના અંત સુધી 35 ડિગ્રી સુધી પહોંચી જશે.
અહીં વરસશે વરસાદ
તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે એમપી, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર અને યૂપીના ઘણા વિસ્તારોમાં પણ આજે વરસાદના અણસાર છે. આઇએમડીના અનુસાર મધ્યપ્રદેશના શાજાપુર, ઉજ્જૈન, વિદિશા, જબલપુર, ખંડવા, ખરગોન, મંડલા, નરસિંહપુર, રાયસેન, રાજગઢ, સાગર, સીહોર, સિવની, બાલાઘાટ, બૈતૂલ, ભોપાલ, છિંદવાડા, દમોહ, દેવાસ, ધાર, ગુના, હરદા, હોશંગાબાદ, ઇન્દોરમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજસ્થાનમાં અને મહારાષ્ટ્રમાં ગોંદિયા, હિંગોલી, જલગાંવ, જાલના, કોલ્હાપુર, લલિતપુર, નાગપુર, નાંદેડ, નંદુબાર અહમદનગર, અકોલા, ઔરગાબાદ, બીડ, ભંડારા, બુલઢાણા, ચંદ્વપુર અને ગઢચિરૌલી વગેરે જિલ્લામાં આગામી 12 કલાકમાં વરસાદ અને કરા પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube