મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની સ્ટાઈલમાં બટેગે તો કટેગેના નારા ગૂંજી રહ્યા છે... જેના કારણે મહારાષ્ટ્રના સ્થાનિક મુદ્દાઓ પાછળ છૂટી રહ્યા છે... ધ્રુવીકરણના પ્રયાસો તેજ છે... તો એકતાને સુરક્ષા સાથે જોડવામાં આવી રહી છે... જેના પગલે મહાયુતિમાં આંતરિક વિરોધના સૂર પણ ઉઠવા લાગ્યા છે... ત્યારે મહારાષ્ટ્રમાં બટેગે તો કટેગે નારાની કેટલી અસર થશે?... કોણ આ નારાનો વિરોધ કરી રહ્યું છે?... જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે તેના આક્રમક અંદાજમાં બદલાતો જઈ રહ્યો છે... અને ત્યાં સ્થાનિક મુદ્દા પર કેટલાંક નારા હાવી થઈ રહ્યા છે... ઉત્તર પ્રદેશથી શરૂ થયેલા આ નારા હવે મહારાષ્ટ્રના વાતાવરણમાં ગૂંજી રહ્યા છે... ભાજપ પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ધુંઆંધાર રેલીઓ મહારાષ્ટ્રમાં કરાવી રહ્યું છે... જેથી મહારાષ્ટ્રમાં તમામ પડકારોને પાર પાડીને સફળતા હાંસલ કરી શકાય... એક હૈ તો સેફ હૈનો નારો આ વખતે પીએમ મોદી તરફથી આવ્યો છે... 


યોગી આદિત્યનાથે મથુરામાં બટેગે તો કટેગેનો નારો આપ્યો હતો... આ જ નારો તે મહારાષ્ટ્રમાં અજમાવી રહ્યા છે... હવે તમારા મનમાં એમ થતું હશે કે મહારાષ્ટ્રમાં બટેગે તો કટેગે અને એક હૈ તો સેફ હૈના નારા કેમ ગૂંજવા લાગ્યા છે?... તો તે પણ સમજી લો...


2014ની સરખામણીમાં NDAને 50 ટકા ઓબીસી મત મળ્યા...
જે 2014ની સરખામીમાં 31 ટકા વોટ ઓછા છે... 
જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 39 ટકા ઓબીસી મત મળ્યા...
જે 2014ની સરખામણીમાં 24 ટકા વધારે છે... 


2019માં NDAને માત્ર 35 ટકા આદિવાસીઓના મત મળ્યા...
જે 2014ની સરખામણીમાં 3 ટકા ઓછા છે... 
જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 55 ટકા આદિવાસી મત મળ્યા...
જે 2014ની સરખામણીએ 6 ટકા વધારે છે... 


2019માં NDA ગઠબંધનને 36 ટકા દલિત મત મળ્યા...
જે 2014ની સરખામણીમાં 16 ટકા વધારે છે...
જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 46 ટકા દલિતોના મત મળ્યા...
જે 2014ની સરખામણીએ 30 ટકા વધારે છે... 


આજ કારણ છે કે ભાજપ આ નારાથી બે નિશાન સાધી રહ્યું છે... એક તે જાતિઓમાં મતના વિભાજનને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે... તો બીજીબાજુ હિંદુ-મુસ્લિમનું કાર્ડ પણ રમી રહી છે... કેમકે ભાજપ એકતાને સુરક્ષા સાથે જોડી રહ્યું છે... 


આ તરફ શિંદે જૂથની શિવસેના પણ યોગી આદિત્યનાથના નિવેદનને સમર્થન કરી રહી છે. જોકે ઉદ્ધવ જૂથની શિવસેનાએ પીએમ મોદી અને યોગી આદિત્યનાથના નિવેદન પર વળતો પ્રહાર કર્યો....


મહારાષ્ટ્રમાં દરેક રાજકીય પાર્ટીઓની અલગ-અલગ વોટબેંક છે... ત્યારે એ જોવાનું રહેશે કે આ વખતે NDA ગઠબંધન ફરી કમાલ કરશે કે પછી મહાવિકાસ અઘાડી સત્તાનું સુખ મેળવશે?..