CWC બેઠક દરમિયાન કોંગ્રેસ ઓફિસની બહાર હંગામો, રાહુલ-પ્રિયંકાને લઇને થઇ નારેબાજી
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારને લઈને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં હારના કારણો પર ચર્ચા કરવામાં આવી હતી અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારને લઈને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં હારના કારણો પર ચર્ચા કરવામાં આવી હતી અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરવામાં આવી હતી. પાર્ટી કાર્યાલયની બહાર કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાના નારા પણ લગાવ્યા હતા.
ગાંધી પરિવાર વિશે ઉડી હતી આ અફવા
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની ટોચની નીતિ નિર્માતા એકમ CWCની બેઠક પાર્ટી મુખ્યાલયમાં યોજાઈ હતી. આ મહત્વની બેઠકના એક દિવસ પહેલા મીડિયાના એક વિભાગમાં સમાચાર આવ્યા હતા કે ગાંધી પરિવાર પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે. જો કે, કોંગ્રેસે સત્તાવાર રીતે આ સમાચારને નકારી કાઢ્યા અને તેને "ખોટા અને ટીખળ" ગણાવી હતી.
પાંચ રાજ્યોમાં મળી હાર પર કોંગ્રેસમાં મંથન, ગેહલોતે રાહુલ ગાંધી માટે કહી આ વાત
પંજાબમાં કોંગ્રેસે ગુમાવી સત્તા
સીડબ્લ્યૂસીની બેઠક એવા સમયે આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસે પંજાબમાં સત્તા ગુમાવી અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ તેને આકરી હારનો સામનો કરવો પડ્યો છે. સોનિયા ગાંધી ગત કેટલાક સમયથી સક્રિયરૂપથી પ્રચાર કરી રહી નથી. પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક રહ્યા છે. સાથે જ ભાઇ-બહેનની જોડી પાર્ટીના મહત્વપૂર્ણ નિર્ણયોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.
હાર બાદ 'જી 23' સમૂહના ઘણા નેતાઓએ કરી હતી બેઠક
આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીના 'જી 23' ગ્રુપના ઘણા નેતાઓએ શુક્રવારે બેઠક કરી, જેમાં આગળની રણનીતિને લઇને ચર્ચા કરવામાં આવી. રાજ્યસભાના પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદના આવાસ પર યોજાયેલી આ બેઠકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારી સામેલ થયા.
'જી 23' ના નેતા જૂની માંગ પર અડગ
સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ કાર્ય સમિતિમાં સામેલ 'જી 23' ના નેતા સીડબ્લ્યૂસીની બેઠકમાં ચૂંટણીમાં હારનો મુદ્દો અને પાર્ટી સંગઠનમાં જરૂરી ફેરફાર અને જવાબદેહી સુનિશ્વિત કરવાની પોતાની જૂની માંગ ઉઠી શકે છે. 'જી 23' ગ્રુપના પ્રમુખ સભ્ય ગુલાબ નબી આઝાદ અને આનંદ શર્મા કોંગ્રેસ કાર્ય સમિતિમાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube