VIDEO: પુલવામા હુમલા વિરુદ્ધ લંડનમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા, પાક. પર ફિટકાર
સમગ્ર વિશ્વમાં આ આતંકવાદી હૂમલા બાદ પાકિસ્તાનની ટીકા થઇ રહી છે, જો કે પાકિસ્તાન પોતે પણ આ વાતનો સતત ઇન્કાર કરતું રહ્યું છે
લંડન : પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હૂમલાની સમગ્ર વિશ્વની સામે એકવાર ફરીથી પાકિસ્તાનનનું સત્ય સામે આવી ચુક્યું છે. લંડનમાં પણ તેની અસર જોવા મળી રહી છે. બ્રિટનમાં રહેતા ભારતીયો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીમાં લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન આતંકવાદી દેશ જેવા નારાઓ લગાવ્યા હતા. સમગ્ર વિશ્વમાં આ આતંકવાદી હૂમલા બાદ પાકિસ્તાનની ટીકા થઇ રહી છે. જો કે પાકિસ્તાન પોતે આમાં ક્યાંક પણ સંડોવાયેલું હોવાની મનાઇ કરી રહ્યું છે.
પુલવામા કાવત્રા માટે આખી ટીમ જરૂરી, સુરક્ષામાં પણ હતી ખામી: RAW પૂર્વ ચીફ
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરનાં પુલવામાં ગત્ત ગુરૂવારે સીઆરપીએફનાં કાફલા પર થયેલા આત્મઘાતી હૂમલામાં અર્ધ સૈનિક દળનાં 40 જવાનો શહીદ થઇ ગયા. પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હૂમલાની જવાબદારી લીધી હતી. હૂમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કૂટનીતિક આક્રમકતા દેખાડતા ભારતે તે બાબત પર જોર આપ્યું કે, પાકિસ્તાન પોતાની રાજકીય નીતિની પદ્ધતી પર આતંકવાદનો ઉપયોગ કરતું રહ્યું છે. જો કે પાકિસ્તાને પોતે ક્યાયં સંડોવાયેલું નહી હોવાની વાત કરતા ભારતે તેની ઝાટકણી કાઢી હતી.