ફ્રીમાં લઈ જાવ 2 કિલો ટામેટાં, આ દુકાનદારે શરૂ કરી ધમાકેદાર ઓફર, ખરીદી માટે પહોંચ્યા લોકો
Tomato Prices Today : દેશમાં ટામેટાંની કિંમત આસમાને પહોંચી છે. આ સમયે શાકભાજીના ભાવ 150-200 રૂપિયા કિલો છે. આ વચ્ચે મધ્ય પ્રદેશના એક દુકાનદારે ફ્રી ટામેટાંની ઓફર કાઢી છે. તે દરેક સ્માર્ટફોનની ખરીદી પર બે કિલો ટામેટાં ફ્રી આપી રહ્યો છે.
નવી દિલ્હીઃ ટામેટાં, ટામેટાં, ટામેટાં... આ દિવસોમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે તો તે ટામેટાં છે. ટીવી, અખબાર, રેડિયો, બધી જગ્યાએ છવાયેલા છે. કારણ છે તેના આસમાને પહોંચેલા ભાવ. દેશમાં ટામેટાં આ સમયે 150થી 200 રૂપિયા કિલો (Tomato Prices Today) સુધી વેચાઈ રહ્યાં છે. મોંઘવારીની સ્થિતિ એવી છે કે મેકડોનલ્ડ્સે બર્ગરમાંથી ટામેટાં હટાવી દીધા છે. એક સામાન્ય વ્યક્તિ માટે ટામેટાં ખરીદવા હવે પનીર ખરીદવા જેટલા મોંઘા છે. આ વચ્ચે એક દુકાનદાર લોકોને ફ્રીમાં ટામેટાં (Free Tomato Offer) આપી રહ્યો છે. તે માટે ઓફર શરૂ કરી છે. હવે ફ્રીમાં ટામેટાં કોણ ન લે. તે પણ ત્યારે જ્યારે તેની કિંમત ખુબ વધારે છે. આવો આ ઓફર વિશે જાણીએ...
એમપીના દુકાનદારે લાવી ફ્રી ટામેટાં ઓફર
ફ્રી ટામેટાંની આ ઓફર મધ્યપ્રદેશના એક દુકાનદારે કાઢી છે. આ દુકાનદારનો મુખ્ય ધંધો સ્માર્ટફોનનો છે. તેણે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ફ્રી ટામેટાંની ઓફર લાવી છે. આ ઓફર અનુસાર તે ગ્રાહકોને ફ્રીમાં ટામેટાં મળશે જે સ્માર્ટફોન ખરીદશે. તેની આ સ્કીમ ખુબ સફળ રહી છે. દુકાનદાર અનુસાર તે આશરે 1 ક્વિન્ટલ ટામેટાં લોકોને ફ્રીમાં આપી ચુક્યો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube