નવી દિલ્હીઃ બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની ફિલ્મ 'છપાક' આજે (10 જાન્યુઆરી) રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ પહેલા જેએનયૂ જઈને દીપિકાએ તમામને ચોંકાવી દીધા હતા. દીપિકા જેએનયૂમાં હાજર હતી તો તેની સામે દેશ તોડવાના નામા લાગ્યા હતા. દીપિકાએ ત્યાં કોઈ નિવેદન ન આવ્યું, પરંતુ તે ત્યાં ચુપચાપ હાજરી આપીને નિકળી ગઈ હતી. આ મામલાને લઈને હવે સ્મૃતિ ઈરાનીએ દીપિકા પર હુમલો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મૃતિએ એક કાર્યક્રમમાં કહ્યું કે, જેણે આ સમાચાર જોયા, તે જાણવા ઈચ્છશે કે આવા પ્રદર્શનકારીઓ વચ્ચે કેમ ગઈ? તે ચોંકવનારી વાત છે કે તે તેવા લોકોની સાથે ઉભી રહી, જે ભારતના ટુકડા કરવા ઈચ્છે છે. તે તેની સાથે ઉભી રહી, જે એક મહિલાની વિચારધારા સાથે અસહમત થવા પર તેના પ્રાઇવેટ પાર્ટ્સ પર લાત મારે છે. ભારત તારા ટુકડા થશે કહેનારની સાથે તે ઉભી રહેવા ઈચ્છે છે તો તે તેનો અધિકાર છે. સ્મૃતિએ કહ્યું કે, તેણે પોતાનું રાજકી વલણ 2011માં સ્પષ્ટ કરી દીધું હતું. જ્યારે તેણે કોંગ્રેસ પાર્ટીનું સમર્થન કર્યું હતું અને રાહુલ ગાંધીનું પીએમ પદ માટે સમર્થન કર્યું હતું. 


BJP નો મોટો આરોપ- દિલ્હીના શાહીન બાગમાં CAAના વિરોધમાં લાગ્યા 'જિન્નાવાળી આઝાદી'ના નારા


આમ તો દીપિકાએ જેએનયૂમાં થયેલા હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે, તે જોઈને મને ગર્વ થાય છે કે અમે અમારી વાત કહેવાથી ડરી રહ્યાં નથી. તે જોઈને ખુશી થાય છે કે લોકો સામે આવી રહ્યાં છે અને ડર્યા વિના અવાજ ઉઠાવી રહ્યાં છે. દીપિકાએ કહ્યું હતું કે, તે જરૂરી છે કે લોકો ચુપ ન રહે, ખુલીને પોતાના વિચાર વ્યક્ત કરે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube