West Bengal નો ચૂંટણી જંગ રસ્તા પર, મમતા બાદ હવે સ્મૃતિ ઇરાની જોવા મળ્યાં સ્કૂટર પર સવાર
પશ્ચિમ બંગાળમાં આજકાલ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવાહના નેતાઓ રોકાયેલા છે. આગામી બે-ત્રણ મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા અહીં પાર્ટીના નેતાઓ રાજકીય કાર્યક્રમો કરી રહ્યા છે. શુક્રવારે પાર્ટીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અહીં એક રોડ શો કર્યો હતો
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આજકાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રોકાયેલા છે. આગામી બે-ત્રણ મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા અહીં પાર્ટીના નેતાઓ રાજકીય કાર્યક્રમો કરી રહ્યા છે. શુક્રવારે પાર્ટીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અહીં એક રોડ શો કર્યો હતો. પરંતુ તેમની એક દિલચસ્પ તસવીર પણ સામે આવી છે.
સ્મૃતિ ઈરાની અહીં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સ્કૂટી ચલાવતી જોવા મળી હતી. દિલચસ્પ વાત આ છે કે, થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સ્કૂટર પર સવાર જોવા મળ્યાં હતાં. તેઓ સ્કૂટરની સવારી કરી સચિવાલય સુધી પહોંચ્યાં હતાં, પરંતુ અંતર એટલું છે કે મમતા ફ્યૂલ પ્રાઈઝમાં થઈ રહેલા વધારાના વિરોધમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની સવારી કરી રહ્યાં હતાં. સ્મૃતિ ઇરાની પંચપોટામાં પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે સ્કૂટર ચલાવતી જોવા મળી હતી. આ પહેલા તેમણે 24 પરગણાના આ વિસ્તારમાં રોડ શો પણ કર્યો હતો.
Corona Vaccination: દેશમાં આગામી બે દિવસ લોકોને નહીં લગાવાય કોરોના વેક્સીન, જાણો શું છે કારણ
સ્મૃતિએ અહીં મમતા બેનર્જી પર પ્રહાર કર્યો અને ત્યાં પંચપોટામાં તેમણે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે, 'અમે આભારી છીએ કે બંગાળના લોકો મોટી સંખ્યામાં પાર્ટીની વરિષ્ઠ નેતૃત્વ રેલીઓમાં અથવા અન્ય કાર્યક્રમોમાં જોડાઇ રહ્યા છે. આ સંકેત આપે છે કે આ વખતે તમે બંગાળમાં પ્રથમ વખત કમળ ખીલતા જોશો. તેમણે કહ્યું કે મમતા બેનર્જીની સત્તામાં હિંસા શાસન કરે છે અને બંગાળનો લોકશાહી અવાજ નક્કી કરશે કે ટીએમસી આ ચૂંટણીમાં હારે.
આ પણ વાંચો:- UJJAIN TEMPLE: શા માટે ઉજ્જૈનને મનાય છે ધરતીનું નાભી સ્થળ? જાણો કાલભૈરવને શા માટે ચઢે છે દારૂનો પ્રસાદ
તેમને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં મે મહિના પહેલાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પંચ શુક્રવારે સાંજે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો પર 8 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ભાજપ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની સત્તાને સંપૂર્ણ રીતે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube