રાહુલ ગાંધીને અમેઠીનો વિકાસ થવાનો ડર સતાવી રહ્યો છે: સ્મૃતિ ઇરાની
રાહુલ ગાંધી દ્વારા પોતાના સંસદીય ક્ષેત્રમાં 2010માં આયુધ ફેક્ટ્રી ઉદ્ધાટન કરવાનાં નિવેદન પર વ્યંગ કર્યો હતો
નવી દિલ્હી : રાહુલ ગાંધી દ્વારા પોતાના સંસદીય ક્ષેત્રમાં 2010માં આયુધ કારખાનાનાં ઉદ્ધાટન કરવાનાં નિવેદન પર વ્યંગ કરતા સ્મૃતિ ઇરાનીએ સોમવારે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષને અમેઠીનો વિકાસ થવાનો ડર એટલો સતાવી રહ્યો છે કે તેમણે તે પણ જોવાનો કષ્ટ ન ઉઠાવ્યો કે સંયુક્ત ઉદ્યમનું ઉદ્ધાટન કોરવામાં કરવામાં આવ્યું છે.
સ્મૃતિ ઇરાનીએ પોતાનાં ટ્વીટમાં રાહુલ ગાંધીને પુછ્યું કે, સાથે સાથે એ પણ જણાવી દો કે કઇ રીતે તમે તે સંસ્થાઓનું પણ ભુમિ પુજન કર્યું જેનું તમારા જ એક નેતાએ લગભગ 2 દશક પહેલા ભુમિપુજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ એક ફોટો શેર કરતા સવાલ કર્યો કે ફોટોને ધ્યાનથી જુઓ તેમાં તમે 2007ના ભુમિપુજનમાં ઉપસ્થિત છે પરંતુ આજે સવારે કહી રહ્યા છે 2010માં કર્યું. હવે તે જણાવો કે 2007 છે કે 2010 ?
તેમણે ટ્વીટ કર્યું કે, થાય છે આવી ભુલો ખોટુ બોલવા દરમિયાન થાય છે રાહુલજી તમને યાદ નથી કે કે અમેઠીનો શિલાન્યાસ ક્યારે કર્યો અને સત્યાનાશે ક્યારે કર્યો. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, તમને ડર એટલો છે કે અમેઠીમાં વિકાસ થઇ રહ્યો છે કે તમે આ તકલીફ નથી ઉઠાવી કે કાલે કોરવામાં સંયુક્ત ઉદ્યમનું ઉદ્ધાટન થયું છે. જેના હેઠળ ભારત અને રશિયા વચ્ચે એકે 203 રાઇફલનાં નિર્માણની સમજુતી થઇ.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેઠીમાં આયુધ કારખાનાનાં ઉદ્ધાટન કરવામાં આવ્યા બાદ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાને અસત્ય બોલ્યું કારણ કે તેઓ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં આયુધ કારખાનાનું ઉદ્ધાટન 2010માં જ કરી ચુક્યા છે. ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમેઠીની ઓર્ડિનેંસ ફેક્ટ્રીનો શિલાન્યાસ 2010માં મે પોતે કર્યો હતો. ગત્ત ઘણા વર્ષોથી ત્યાં નાના હથિયારોનું નિર્માણ ચાલી રહ્યું છે.