અલીગઢ : ઘણી વખત વધતી જતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરનારા યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે, જેમનાં બેથી વધારે બાળકો હોય, તેમને મતાધકાર અને સરકારી નોકરી ન આપવામાં આવવી જોઇએ. વધતી વસ્તીને જોતા આ પ્રકારનાં એક્શનની જરૂરિયા પર ત્યાં બુધવારે બોલતા રામદેવે કહ્યું કે, દેશની આઝાદીને નિયંત્રિત કરવા માટે એવા લોકોને મતાધિકાર, સરકારી નોકરી અને સરકારી મેડિકલ સુવિધા ન આપવામાં આવવી જોઇએ જેમનાં બેથી વધારે બાળક હોય. પછી તે હિંદુ હોય કે મુસલમાન હોય. ત્યાર બાદ જ વસ્તી પર નિયંત્રણ લગાવી શકાશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ યોગગુરૂ રામદેવે કહ્યું કે, એવા લોકોને ચૂંટણી નહી લડવા દેવામાં આવવા જોઇએ. સરકારી શાળાઓમાં દાખલ ન થવા દેવા જોઇએ. સરકારી હોસ્પિટલમાં સારવાર અને સરકારી નોકરીઓ પણ ન મળવી જોઇએ. 
અત્રે  ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી જ્યારે બાબા રામદેવ દ્વારા આ પ્રકારની ટીપ્પણી કરવામાં આવી હોય. અગાઉ પણ ગત્ત વર્ષે નવેમ્બર માસ દરમિયાન રામદેવે કહ્યું હતું કે, તેમના જેવા વ્યક્તિને જેમણે લગ્ન નથી કર્યા, તેમને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવવા જોઇએ. તે સમયે તેમણે કહ્યું હતું, આ દેશમાં મારા જેવા લોકો જેમને લગ્ન નથી કર્યા, તેમને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવવા જોઇએ. એવા લોકો જેમણે લગ્ન કર્યા છે અને જેમને બેથી વધારે બાળકો હોય તેવા લોકોનો મતાધિકાર જ રદ્દ કરી દેવામાં આવવો જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે, વધતી જતી વસ્તી ભારત માટે એક ચિંતાનો વિષય બની છે. તેવામાં વધતી જતી વસ્તીને ધ્યાને રાખીને સરકાર ચિંતિત છે. જો કે આ અંગે હજી સુધી કોઇ કાયદો બનાવવામાં નથી આવ્યો. પરંતુ સરકાર વસ્તીમાં કઇ રીતે કાબુ કરવી તે અંગે વિવિધ ઉપાયો અંગે વિચારી રહી છે. હાલમાં 1 અથવા 2 બાળકો મુદ્દે જાગૃતી પણ લાવવામાં આવી રહી છે. જો કે તેનાં ધાર્યા પરિણામો નહી મળવાનાં કારણે સરકાર કડક કાયદા અંગે પણ વિચારી રહી છે.